બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ક્યાંક તમારા ફોનમાં તો ON નથી ને આ સેટિંગ? તરત ચેક કરી લેજો, નહીંતર ડેટા ચોરી

ટેક્નોલોજી / ક્યાંક તમારા ફોનમાં તો ON નથી ને આ સેટિંગ? તરત ચેક કરી લેજો, નહીંતર ડેટા ચોરી

Published By: Priyankka Triveddi

Last Updated: 11:35 AM, 3 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Phone Safety Tips: આજકાલ સ્માર્ટફોન એ એક બોમ્બથી ઓછું ખતરનાક નથી. એમાં પણ જો તમારા ફોનમાં આ એક સેટિંગમાં ગરબડ હશે તો તે તમારી પ્રાયવસી માટે જોખમી બની શકે છે.

Phone Safety Tips: આજના સમયમાં દરેક નાની મોટી વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. આ જ જરૂરિયાત વાળો સમર્ટફોન તમારા માટે જોખમી પણ બની શકે છે.

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણી દૈનિક જરૂરિયાતનો અભિન્ન ભાગ બની ગયો છે. કોલ કરવો હોય પેમેન્ટ કરવું હોય કે ફોટો શેર કરવા હોય બધું જ ફોનથી શક્ય છે. પરંતુ આ જ ડિવાઇસ ઘણીવાર આપણા ખાનગી જીવનની જાસૂસી માટેનો રસ્તો પણ બની શકે છે. એપ ઇન્સ્ટોલ કરતી વખતે “Allow” પર ક્લિક કરતી નાની ભૂલથી પણ ફોન ટ્રેકિંગ અથવા ડેટા ચોરી માટે સંવેદનશીલ બની શકે છે. અનેક એપ્લિકેશનો બંધ થયા પછી પણ પૃષ્ઠભૂમિમાં ડેટા મોકલવાનું ચાલુ રાખે છે, જે ગોપનીયતાને મોટો ખતરો છે.

mobile-simple-2

એપ ઉપર બિનજરૂરી એક્સેસ બંધ કરો

તમારા ફોનની પ્રાયવસી સુરક્ષિત રાખવા માટે સૌથી પહેલા એપ પરવાનગીઓ પર નજર રાખવી જરૂરી છે. દરેક એપ માટે એપ આઇકોન લાંબા સમય સુધી દબાવી App info > Permissions પર જાઓ. જ્યાં જરૂરી ન હોય, ત્યાં એક્સેસ Deny અથવા Ask Every Time પર સેટ કરો. જો તમે એક સાથે બધી એપ્સની પરવાનગીઓ જોવી ઇચ્છો, તોSettings > Security & Privacy > Permission Manager જઈને નિયંત્રણ લઈ શકો છો. સ્થાન (Location) સેટિંગ્સમાં જઈ Use Precise Location વિકલ્પ બંધ કરવાથી એપ્લિકેશનો તમારું એક્ઝેક્ટ લોકેશન ટ્રેક નહીં કરી શકે.

mobilehack-new-logo-2

બેકગ્રાઉન્ડ અને ડેટા ટ્રેકિંગ બંધ કરો

ઘણી એપ્સ બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે, જેના કારણે બેટરી અને ડેટા બંને વધુ વપરાય છે. તેને અટકાવવા માટે Settings > Apps > Battery Usageમાં જઈ ‘Allow background activity’ બંધ કરો. આથી એપ ફક્ત ત્યારે જ ચાલશે જ્યારે તમે તેને ખોલશો. જો કે, મેસેજિંગ અથવા ઇમેઇલ એપ્સ માટે આ સેટિંગ બંધ કરવાથી સૂચનાઓમાં થોડી વિલંબ થઈ શકે છે. થોડા આવા સરળ ફેરફારોથી તમારું સ્માર્ટફોન વધુ સુરક્ષિત અને પ્રાઇવેટ બની શકે છે.
વધુ વાંચો: આ સરકારી યોજના છે ફાયદાકારક, 436 રૂપિયામાં મળશે લાખોનું વીમાં કવચ!

vtv app promotion

એ જ રીતે Settings > Location > Location Services પર જાઓ અનેBluetooth scanning અને Wi-Fi scanning બંને બંધ કરો. આ એક સેટિંગ બંધ કરવાને લીધે તમારું ડિવાઇસ નજીકના નેટવર્કને વારંવાર Scan કરતું અટકાવશે અને ટ્રેકિંગનું જોખમ ઘટાડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Data Privacy Mobile Safety Smart phone Security

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ