ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હોતું હશે! ઘરમાં લાગેલા Wi-Fi કનેક્શનથી મોબાઇલ ડેટા વેચી શકાય? આ રીતે ઉઠાવો લાભ
Last Updated: 02:44 PM, 11 October 2025
ADVERTISEMENT
PM-WANI Scheme: હવે એવો સમય આવી ગયો છે કે ઇન્ટરનેટ વિના કોઈ જ રહી શકતું નથી. મોટાભાગના કામો ઇન્ટરનેટ વિના અટવાઈ પડે છે. એટલે કે ઇન્ટરનેટ જીવનની એક જરૂરિયાત બની ગયું છે. મોટાભાગના લોકો પોતાના ઘરમાં ઇન્ટરનેટ માટે વાઈ-ફાઈ લગાવડાવે છે. પરંતુ કદાચ કોઈને જ ખબર નહીં હોય કે ઘરના વાઈ-ફાઈ કનેક્શનથી પૈસા પણ કમાઈ શકાય છે.
ADVERTISEMENT

સરકારની પીએમ વાઈ-ફાઈ યોજના એટલે કે PM-WANI એટલે કે Public Wi-Fi Network Interface અંતર્ગત સામાન્ય લોકો પોતાના વાઈ-ફાઈ નેટવર્કને પબ્લિક યુઝ માટે શેર કરીને પૈસા કમાઈ શકે છે. જો ઘર કે દુકાનમાં વાઈ-ફાઈ ઇન્ટરનેટ કનેક્શન હોય તો એને સરકારની રજિસ્ટર સિસ્ટમ સાથે જોડીને ડેટા વેચી શકાય છે. જાણો આ યોજનામાં કેવી રીતે ફાયદો મળશે.
ADVERTISEMENT
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પીએમ વાઈ-ફાઈ યોજના શરૂ કરી છે, જેને પીએમ-વાની યોજના પણ કહેવામાં આવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે આ યોજનાને દેશભરમાં ડિજિટલ ઇન્ડિયા મિશનના ભાગ રૂપે શરૂ કરી છે. આ યોજના હેઠળ, કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા પબ્લિક ડેટા ઓફિસ (PDO) બનીને તેમનું વાઈ-ફાઈ શેર કરી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
PM-WANI યોજનાનો લાભ લેવા માટે એક રાઉટર અને ઈન્ટરનેટ કનેક્શન જરૂરી છે. પછી સરકારના પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ પછી તમારું નેટવર્ક પબ્લિક વાઈ-ફાઈ તરીકે એક્ટિવ થઈ જાય છે. આ પછી યુઝર્સ તમારા નેટવર્ક સાથે જોડાઈને ડેટા ખરીદી શકે છે. ડેટા યુઝ થવા પર તમને એક નિશ્ચિત કમિશન મળશે, જેનાથી તમે કમાણી કરી શકો છો.

ADVERTISEMENT
જો ઘરમાં વાઈ-ફાઈ કનેક્શન હોય તો આ યોજનામાં સરળતાથી જોડાઈ શકાય છે. સૌથી પહેલા telecom.gov.in અથવા PM-WANI એપ્લિકેશન પર જઈને પબ્લિક ડેટા ઓફિસ તરીકે અરજી કરવી પડશે. આ પછી એક PDO ID આપવામાં આવશે. પછી પોતાના વાઈ-ફાઈ રાઉટરને રજિસ્ટર કરીને નેટવર્ક લાઇવ કરો.
ADVERTISEMENT
આ પણ વાંચો: માત્ર 3 જ દિવસ બાકી! પછી કરોડો Windows કમ્પ્યુટર્સ યુઝર્સ મૂકાશે મુશ્કેલીમાં
જયારે કોઈ યુઝર તમારું નેટવર્ક વાપરશે, સિસ્ટમ આપમેળે જ એમાઉન્ટ એડ કરી દેશે. આનાથી દર મહિને થોડા હાજર રૂપિયાની કમાણી કરી શકાય છે. આની ખાસ વાત એ છે કે આમાં કોઈ લાઇસન્સની કે કોઈ વધારાનું રોકાણ કરવાની જરૂર નથી પડતી. તમે પણ પોતાનું વાઈ-ફાઈ વાપરી જ શકો છો અને એનાથી જ મોબાઈલ ડેટા વેચીને કમાણી પણ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.