બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / માત્ર 3 જ દિવસ બાકી! પછી કરોડો Windows કમ્પ્યુટર્સ યુઝર્સ મૂકાશે મુશ્કેલીમાં

ટેક્નોલોજી / માત્ર 3 જ દિવસ બાકી! પછી કરોડો Windows કમ્પ્યુટર્સ યુઝર્સ મૂકાશે મુશ્કેલીમાં

Published By: Vidhata Gothi

Last Updated: 08:30 AM, 11 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Windows 10 Support Ends: માઈક્રોસોફ્ટ ગણતરીના દિવસોમાં Windows 10 માટે સપોર્ટ બંધ કરી દેશે. હજુ પણ લાખો યુઝર્સ Windows 10 વાપરી રહ્યા છે. જાણો હવે Windows 10 યુઝર્સે શું કરવું જોઈએ.

Tech News: વિશ્વભરના લાખો Windows 10 યુઝર્સ માટે ચેતવણીની ઘંટડી વાગી ચુકી છે. માઈક્રોસોફ્ટ ગણતરીના દિવસોમાં Windows 10 માટે સપોર્ટ બંધ કરી દેશે. આગામી 14 ઓક્ટોબર 2025થી માઇક્રોસોફ્ટ Windows 10 માટે ઓફિશિયલ સપોર્ટ બંધ કરી દેશે. આનો અર્થ એ છે કે Windows 10 યુઝર્સને હવે આ તારીખ પછી હવે સિક્યોરિટી અને નવા ફીચર્સના અપગ્રેડ અને અપડેટ નહીં મળે. આ ઓપરેટિંગ સિસ્ટમ બંધ થવાનો અર્થ એ છે કે તમારા કમ્પ્યુટરને વાયરસ, હેકર્સ અને અન્ય સાયબર ખતરાથી બચાવવા માટે હવે નવા સિક્યોરીટી અપડેટ્સ મળશે નહીં. એટલે કે સિક્યોરિટી અપડેટ્સના અભાવે કમ્પ્યુટરને હેકિંગ માટે સરળ ટાર્ગેટ બની શકે છે.

Microsoft-Office-1

Windows 10 2015માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને હવે તેની લાઇફ સાયકલ ખતમ થઈ ચુકી છે. હજુ પણ લાખો યુઝર્સ Windows 10 વાપરી રહ્યા છે. માઇક્રોસોફ્ટે આ ઐતિહાસિક અપગ્રેડ પછી યુઝર્સને Windows 11 પર અપગ્રેડ કરવાની સલાહ આપી છે. જો કે, કંપની એક વર્ષનું સપોર્ટ એક્સટેન્શન પણ આપી રહી છે, પરંતુ આના માટે યુઝર્સે પૈસા ખર્ચ કરવા પડશે.

શું કમ્પ્યુટર્સ કામ કરવાનું બંધ કરી દેશે?

Windows 10નો સપોર્ટ ખતમ થઈ જવાનો અર્થ એ નથી કે કમ્પ્યુટર્સ કામ કરવાનું બંધ કરી દેશે. સિસ્ટમ હજુ પણ ચાલુ રહેશે, પરંતુ સુરક્ષા અને નવા ફીચર્સની કમીને કારણે તે હેકર્સ માટે સરળ ટાર્ગેટ બની શકે છે. આની અસર ખાસ કરીને એવા યુઝર્સને થશે, જેઓ નિયમિતપણે તેમની સિસ્ટમ અપડેટ નથી કરતાં.

vtv app promotion

Windows 11માં કરો અપગ્રેડ

હાર્ડવેર પડકારો પણ Windows 11માં અપગ્રેડ કરવામાં બધા બની શકે છે. બધી Windows 10 સિસ્ટમ Windows 11ને સપોર્ટ કરતી નથી. જૂની મશીનોમાં પૂરતી RAM, TPM 2.0 અથવા CPU કંપેટેબિલિટી ન હોવાને કારણે અપગ્રેડ અશક્ય બની શકે છે. આવા કિસ્સાઓમાં, યુઝર્સ Linux અથવા Chrome OS જેવી ઓપરેટિંગ સિસ્ટમ પસંદ કરી શકે છે.

આ પણ વાંચો: વોટ્સએપ ભલે વાપરો, પણ ન કરતા આવી ભૂલો, નહીંતર ખાવી પડશે જેલની હવા

Windows 10 યુઝર્સ પાસે આ છે ઓપ્શન

Windows 10 સપોર્ટ ખતમ થયા પછી પણ માઈક્રોસોફ્ટ ડિફેન્ડર એન્ટિવાયરસ સિસ્ટમને સુરક્ષિત રાખશે. આ એન્ટિવાયરસ ઓક્ટોબર 2028 સુધી સિક્યોરીટી અપડેટ્સ કરતું રહેશે. માઈક્રોસોફ્ટે એક્સટેન્ડેડ સિક્યુરિટી અપડેટ્સ (ESU) પ્રોગ્રામની પણ જાહેરાત કરી છે, જે યુઝર્સ 15 ઓક્ટોબરથી સબ્સ્ક્રાઇબ કરી શકે છે. આ પ્રોગ્રામ હેઠળ, યુઝર્સ મફત વિન્ડોઝ બેકઅપનો લાભ લઈ શકે છે અથવા $30 (આશરે રૂ. 2,650) માં એક વર્ષનું સુરક્ષા કવરેજ મેળવી શકે છે. પ્રોફેશનલ યુઝર્સ માટે, ESU પ્રોગ્રામની કિંમત $61 (આશરે રૂ. 5,400) હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Windows 10 Technology News Windows 10 Support Ends

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ