બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આ જ સપ્તાહે આવી રહ્યાં છે APPLEના 3 જોરદાર પ્રોડક્ટ્સ, જાણો અન્ય ક્યારે લૉન્ચ થશે

ટેક્નોલોજી / આ જ સપ્તાહે આવી રહ્યાં છે APPLEના 3 જોરદાર પ્રોડક્ટ્સ, જાણો અન્ય ક્યારે લૉન્ચ થશે

Priyankka Triveddi

Last Updated: 09:17 AM, 13 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Apple ની પ્રોડક્ટના ફેન્સ માટે એક ખુશ ખબર છે. આ અઠવાડિયે Apple 1-2 નહીં પણ 3 નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવા જઈ રહી છે.

Apple New Device Launch: જો તમને Apple પ્રોડક્ટ્સ ગમે છે અને જો તમે નવા એપલ ડિવાઇસની રાહ જોઈ રહ્યા છો તો કંપની આ અઠવાડિયે ત્રણ પ્રોડક્ટ્સ લોન્ચ કરે તેવી અપેક્ષા છે. જેમાં એક નવું iPad Pro પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર Apple આ અઠવાડિયે iPad Pro, Vision Pro અને 14-ઇંચનું Macbook Pro લોન્ચ કરે તેવી શક્યતા છે. આ બધા જ ડિવાઇસ કંપનીના નવા M5 સાથે આવશે. જોકે આ માટે કોઈ અલગ થી ઈવેન્ટ યોજાશે નહીં.

apple-watch

M5 iPad Pro

થોડા દિવસો પહેલા એક યુટ્યુબરે નવા iPad Proને અનબોક્સ કર્યું અને કેમેરા પર તેની ઝલક બતાવી. તેમાં નવી M5 ચિપ અને 128GB સ્ટોરેજ હશે. જ્યારે તેની ડિઝાઇન પાછલા મોડેલ જેવી જ છે. ત્યારે પાછળથી આઈપેડ પ્રો નામ દૂર કરવામાં આવ્યું છે. તેમાં C1X મોડેમ હોવાની અપેક્ષા છે. જો આવું થાય, તો તે અત્યાર સુધીનો સૌથી ઝડપી કનેક્ટેડ આઈપેડ હશે.

Vision Pro 2

Apple આગામી થોડા વર્ષોમાં AI ચશ્મા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે Vision Proને છોડી શકે છે. પરંતુ તે પહેલાં તે Vision Pro 2 લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ મોંઘુ ડિવાઇસ યુઝર્સમાં ખાસ લોકપ્રિય રહ્યું નથી. નવા મોડેલમાં અપગ્રેડેડ ચિપ, આરામદાયક સ્ટ્રેપ અને બ્લેક ફિનિશ હશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે કેમેરા અને AI સુવિધાઓથી સજ્જ હોઈ શકે છે.

Apple-Store

નવું Macbook Pro

Apple આ અઠવાડિયે M5 ચિપથી સજ્જ 14-ઇંચનું નવું Macbook Pro લોન્ચ કરે તેવી અપેક્ષા છે. તેની ડિઝાઇનમાં કોઈ મોટા ફેરફાર જોવા મળશે નહીં. જોકે, આવતા વર્ષ સુધીમાં, કંપની તેને OLED ડિસ્પ્લે, ટચસ્ક્રીન અને નવી ચિપ સાથે અપગ્રેડ કરી શકે છે.

વધુ વાંચો: દોસ્ત બનાવો દોસ્ત! આ 3 બીમારીઓ જિંદગીભર ફરકશે પણ નહીં, આયુર્વેદીક એક્સપર્ટનું તારણ

vtv app promotion

અન્ય ડિવાઇસ ક્યારે લોન્ચ થશે?

અગાઉના અહેવાલોમાં સૂચવવામાં આવ્યું હતું કે Apple TV, HomePod Mini અને AirTag 2 આ ઉત્પાદનો સાથે લોન્ચ થઈ શકે છે, પરંતુ તે શક્ય લાગતું નથી. તાજેતરના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે આ ઉત્પાદનો આ અઠવાડિયે લોન્ચ થશે નહીં. Apple આવતા વર્ષની શરૂઆતમાં નવું iPad Air, MacBook Air, Studio Display અને iPhone 17e લોન્ચ કરે તેવી અપેક્ષા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Macbook Pro Apple Products iPad Pro
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ