બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / જૂન 2026માં મોંઘા થશે રિચાર્જ પ્લાન! કિંમતમાં થઇ શકે છે 15 % સુધીનો વધારો
Last Updated: 03:03 PM, 9 January 2026
Mobile Tariff Hike: વર્ષ 2026માં સામાન્ય જનતાને મોંઘવારીનો માર ખાવો પડી શકે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો લગભગ 2 વર્ષ પછી મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ ટેરિફમાં વધારો કરી શકે છે. વર્ષ 2026 માં Mobile Tariff માં 15% વધારો થવાની સંભવના છે. જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડશે. મોબાઈલ ટેરિફમાં લગભગ 15% નો વધારો થશે જેને લઈને એનાલિસ્ટ એવું અનુમાન લગાવી રહ્યા છે કે ટેલિકોમ કંપનીના આ પગલાંને લીધે FY27 સુધી આ સેક્ટરનો રેવન્યુ ગ્રોથ રેટ બમણાથી વધારે થઈ શકે છે.
ADVERTISEMENT
Jefferies ના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એવી આશા છે કે 2 વર્ષ પછી એટલે કે જૂન 2026 માં ભારતમાં Mobile Tariffમાં 15% નો વધારો (15 Percent Increase ) આવશે. આ ટાઈમલાઇન જૂન ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ્સ સાથે મળતો આવે છે. આ રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે આ ડેટાની વધતી જતી ડિમાન્ડ, પોસ્ટપેડ પ્લાન તરફ લોકોનો ઝુકાવ અને ડેટાના વધતાં વપરાશ ભારતના મોબાઈલ રેવન્યુ પર યુઝર (ARPU) માં સતત વધારો કરી રહયું છે.
રિચાર્જની કિંમતોમાં વધારો અને સ્ટ્રેટેજિક પ્રાઈસિંગ એડજસ્ટમેન્ટથી FY27 માં સેક્ટર રેવેન્યુ ગ્રોથ વધીને વાર્ષિક 16% થવાની સંભવના છે. જે FY નાણાકીય વર્ષ 26ના સામે અનુમાનિત 7% વાર્ષિક ગ્રોથ કરતાં ઘણો વધારે છે. જૂન 2026માં 15% ટેરિફ હાઇક (15% Tariff Hike) ની સંભવનાને જોતાંઆ એનાલિસ્ટ નાણાકીય વર્ષ 27 (Financial Year 27) માટે ARPU માં વાર્ષિક 14% ના ગ્રોથનું અનુમાનલગાવી રહ્યા છે. જોકે રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે આના લીધે સબસક્રાઇબરની સનખય ઓછી રહી શકે છે કારણ કે કન્ઝ્યુમર વધતી કિંમતોના હિસાબ સાથે એડજસ્ટ કરવામાં સમય લગાવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ રિપોર્ટ મુજબ Reliance Jio તરફથી 10-20% સુધી ભાવ વધવાના ચાન્સીસ છે. આ પગલાં પાછળનું કારણ Airtel સાથે તેની વેલ્યુએશનને વધુ નજીલ લાવવી અને ઈન્વેસ્ટર્સને ડબલ દિજિત ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન આપવાની છે. આ વચ્ચે બીજી બાજુ Vodafone Idea (VI) ની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. કંપનીએ બાકી નાણાં ચૂકવવા માટે FY27 અને FY30 વચ્ચે મોબાઈલ સર્વિસ રેટ્સમાં કુલ 45% નો વધારો કરવો પડે તેમ છે. એટલે કહેવાનો અર્થ એ છે કે જૂન 2026 પછી સામાન્ય જનતાને મોબાઈલ ફોનના રિચાર્જ મોંઘા પડશે અને ખિસ્સા સાથે બજેટ પણ ખોરવશે તે વાત નક્કી.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.