ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રેશનકાર્ડ ઇશ્યુને લઇ કોઇ તમારી વાત નથી સાંભળતું? તો આ રીતે કરો ફરિયાદ
Last Updated: 01:54 PM, 9 January 2026
ADVERTISEMENT
જો તમારે રેશન કાર્ડથી જોડાયેલી કોઇ પણ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તો હવે આ માટે સરકારી ઓફિસોના ચક્કર લગાવવાની જરુર નહીં પડે. રેશન કાર્ડમાં નામ એડ કરાવવા કે હટાવવા માટે મુશ્કેલી આવી રહી છે. જેના કારણે રેશન નથી મળી રહ્યુ, ખોટી એન્ટ્રી થઇ ગઇ છે, ભાવ વધારે લાગે છે કે પછી રેશન કાર્ડને લગતી કોઇ પણ સમસ્યા છે તો તમે વોટ્સ એપ દ્વારા તેની ફરીયાદ કરી શકો છો. સરકારે નાગરિકોને સુવિધા આપવા માટે આ સર્વિસ શરુ કરી છે. આ ડિજિટલ પહેલથી તમે ઘરેબેઠા પોતાના મોબાઇલ ફોનથી એક મેસેજ પોતાની ફરીયાદ નોંધાવી શકો છો. આ પ્રોસેસ બહુ સરળ છે.
ADVERTISEMENT
એક મેસેજ દ્વારા દૂર થઇ જશે રેશન કાર્ડની સમસ્યા
આ સર્વિસ સમય બચાવે છે, સાથે ફરિયાદ દૂર કરવામાં પણ મદદ કરે છે. ખાસ વાત એ છે કે વોટ્સ એપ જેવા પ્લેટફોર્મના ઉપયોગથી આજના સમયમાં ગ્રામીણ અને શહેર બંને ક્ષેત્રના લોકો કરે છે. તેનો અર્થ છે કે, ગામડામાં રહેતા લોકો પણ પોતાના ઘરેથી ફરિયાદ નોંધાવી શકે છે. રેશનથી જોડાયેલી કોઇ પણ પરેશાની છે તો તમારે ઓફિસોના ધક્કા ખાવાની જરુર નહીં પડે. તમે તમારા મોબાઇલથી જ પોતાની ફરિયાદ સંબંધિત વિભાગમાં પહોંચી શકો છે. ઉલ્લેખનીય છે કે આ એપ કુલ 12 ભાષાઓમાં સપોર્ટ કરે છે, તેમાં હિન્દી, અંગ્રેજી અને ભારતની અનેક રિઝનલ ભાષાઓ સામેલ છે.
ADVERTISEMENT

આ નંબર પર Hiનો મેસેજ મોકલો
ADVERTISEMENT
ઇન્ટરનેટ વિના પણ આ કામ થશે
ADVERTISEMENT
જો તમારા વિસ્તારમાં ઇન્ટરનેટની સુવિઘા નથી કે તમે વોટસ એપનો ઉપયોગ નથી કરતા તો IVRS નંબર 14457 પર કોલ કરી શકો છો. આની પર તમારી દરેક તકલીફ સાંભળવામાં આવશે અને તમારી સમસ્યાનું સમાધાન થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો