બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સરકારે આપી ખતરનાક વોર્નિંગ, iPhone-iPad યુઝર્સ એલર્ટ!

ટેક્નોલોજી / સરકારે આપી ખતરનાક વોર્નિંગ, iPhone-iPad યુઝર્સ એલર્ટ!

Published By: Priyankka Triveddi

Last Updated: 03:43 PM, 23 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે iPhone, iPad કે Mac સિસ્ટમ યુઝ કરો છો તો તમારા પર સાયબર અટેક થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આનાથી બચવા માટે તાત્કાલિક તમારા ડિવાઇસને અપડેટ કરી લૉ.

Apple Security Warning: જો તમે Apple ડિવાઇસ યુઝ કરો છો તો તમારા ડિવાઇસ પર એક મોટો ભય કે ખતરો મંડરાઈ રહ્યો છે જેને લઈને ભારત સરકારે એક વોર્નિંગ જાહેર કરી છે. સરકારી એજન્સી ઇંડિયન કોમ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ iPhone, iPad અને મેક સિસ્ટમને લઈને વોર્નિંગ જાહેર કરી છે. એજન્સીનું કહેવું છે કે આમાં ઘણી સુરક્ષાને લઈને ખામીઓ જોવા મળી છે. જેના લીધે સાયબર અટેક થઈ શકે છે. ઇંડિવિઝ્યુઅલ યુઝર્સ સાથે સાથે કંપનીઓમાં યુઝ થતાં ડિવાઇસને લઇને પણ આ વોર્નિંગ બહાર પાડવામાં આવી છે.

આ ડિવાઇસને છે જોખમ

CERT-In મુજબ Apple ના ઓપરેટિંગ સિસ્ટમના ઘણા વર્ઝન પર સુરક્ષા ખામીઓને લીધે સાયબર અટેકનું જોખમ રહેલું છે. macOS ના 13.5, 14.2 અને 14.3 થી જૂના iOS અને iPadOS ના 15.8.7, 16.7.5, 16.7.15 અને 17.3 થી જૂન વર્ઝન પર આ ખતરો મંડરાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ આ વર્ઝનમાં ઉપયોગમાં લેવામાં આવનાર સફારી બ્રાઉઝરમાં પણ આવો ભય રહેલો છે.

ડિવાઇસ પર શું ખતરો?

CERT-In એ આપેલી વોર્નિંગમાં આ સુરક્ષા ખામીઓને ક્રિટિકલ ગણાવી છે જેનો અર્થ એ છે કે આ ડિવાઈસીસ પર ગંભીર ખતરો રહેલો છે. એજન્સીનું કહેવું છે કે આ ખામીઓનો ફાયદો ઉઠાવીને હેકર્સ ટારગેટેડ ડિવાઇસ પર અટેક કરી શકે છે. સાથે જ દૂર બેઠા બેઠા ટારગેટેડ ડિવાઇસનું એક્સેસ તેમના હાથમાં લઈને ડેટાને મેનીપ્યુલેટ અને મેમરીને કરપ્ટ કરી શકે છે. જેના કારણે ડિવાઇસ સરખું કામ કરી શકશે નહીં.

આ પણ વાંચો: હવેથી WhatsApp પર મેસેજ ડિલીટ કરવાનું ટેન્શન ખતમ! આવી રહ્યું છે ન્યૂ ફીચર

Apple યુઝર્સે હવે શું કરવું જોઈએ?

CERT-In એ Apple યુઝર્સને તેમના ડિવાઇસીસને તાત્કાલિક અપડેટ કરવાની સલાહ આપી છે. Apple એ આ ખામીઓ માટે એક સિક્યોરીટી પેચ જાહેર કર્યો છે. યુઝર્સ તેને ઇન્સ્ટોલ કરીને હેકિંગથી બચી શકે છે. અપડેટ ઇન્સ્ટોલ કરવા માટે તમારે ડિવાઇસમાં જઈને સેટિંગમાં જઈને જનરલમાં જાઓ અને ત્યાં સોફ્ટવેર અપડેટ પર ટેપ કરો. ત્યારબાદ ત્યાં રહેલી અપડેટને ઇન્સ્ટોલ કરી લૉ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Apple Security Warning Cyber Attack Risk iPhone Update

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ