બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / iPhone લવર્સ માટે બેડ ન્યૂઝ! 1 લાખ નહીં, હવે 3 લાખ સુધી પહોંચશે તમારો મનપસંદ મોબાઇલ

ટેક્નોલોજી / iPhone લવર્સ માટે બેડ ન્યૂઝ! 1 લાખ નહીં, હવે 3 લાખ સુધી પહોંચશે તમારો મનપસંદ મોબાઇલ

Published By: Priyankka Triveddi

Last Updated: 09:28 AM, 10 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીની અસર વૈશ્વિક બજારોમાં જોવા મળી રહી છે. એમાં પણ ખાસ કરીને ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને લીધે ઘણી બધી વસ્તુઓના ભાવમાં ફેર પાડવાની શક્યતા છે. ચાલો જાણીએ કે ટ્રેડ એક્સપર્ટ આ વિશે શું કહે છે.

અમેરિકાએ લગાવેલું ટેરિફ અને ચીન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરની અસર વૈશ્વિક બજારો પર દેખાઈ રહી છે. આની મોટી અસર લોકોના ખિસ્સાને પાડવાની છે. ઘણી વસ્તુઓણઆ ભાવમાં વધારો થાય તેવી શક્યતા છે. તો આની અસર iphoneની કિમત પર પણ પડશે. તમારો મનપસંદ ફોન હવે 1 ને બદલે 3 લાખમાં પડશે ત્યારે ચાલો જાણીએ કે આ ભાવ વધારા મામલે ટેક એક્સપર્ટનું શું મંતવ્ય છે?

શું છે સમગ્ર વિગત ?

જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે રેસીપ્રોકલ ટેરિફ નીતિ લાગુ કરી ત્યારે તેમણે દાવો કર્યો હતો કે તેમની નવી ટેરિફ નીતિ અમેરિકામાં નોકરીઓ અને ફેક્ટરીઓ પાછી લાવશે. ટેક નિષ્ણાતો માને છે કે આનાથી સ્માર્ટફોનની કિંમતોમાં ભારે વધારો થઈ શકે છે. એક સમાચાર અનુસાર જો અમેરિકામાં આઇફોનનું ઉત્પાદન શરૂ થાય છે તો તેની કિંમત લગભગ 3500 ડોલર એટલે કે લગભગ રૂ. 3.5 લાખ સુધી પહોંચી શકે છે. જે વર્તમાન કિંમત કરતા ત્રણ ગણી વધારે છે.

iphone 16 aa

વધુ વાંચો: તમારી આ આદતોને આજથી જ સુધારી દેજો, નહીંતર કિડની માટે બની શકે છે કિલર

આઈફોન કેમ મોંઘા થશે?

આઇફોન મોંઘા થવા પાછળનું મુખ્ય કારણ અમેરિકામાં ઉત્પાદન ખર્ચમાં વધારો છે. આઇવ્સના મતે એપલને એશિયામાં તેની હાલની સપ્લાય ચેઇનને યુએસમાં પ્રસ્થાપિત કરવા માટે લગભગ 30 બિલિયન ડોલરનો ખર્ચ થશે અને ઉત્પાદનના માત્ર 10 ટકા પણ શિફ્ટ કરવામાં જ 3 વર્ષ જેટલો લાંબો સમય લાગી જશે. હાલમાં આઈફોનના પાર્ટસ તાઇવાન, દક્ષિણ કોરિયા અને ચીનમાં બનાવવામાં આવે છે. જ્યારે 90 ટકા આઇફોન ચીનમાં એસેમ્બલ થાય છે. આ સ્થિતિમાં અમેરિકા દ્વારા આ દેશો પર લાદવામાં આવેલા ભારે ટેરિફ અને ટ્રેડ વોરને કારણે આઇફોનના ભાવ પર અસર પડશે. જો કે એક વાત એ પણ કે ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે એપલના શેર પહેલાથી જ 25 ટકા ઘટી ગયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

iPhone Price Technology News , Technology News Trump Tariff

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ