બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / iPhone 17 સિરીઝ લોન્ચ થતા જ બજારમાંથી ગાયબ થઈ જશે iPhone આ 4 મોડેલ!
Last Updated: 03:54 AM, 10 September 2025
Apple દર વર્ષે નવા iPhone મોડલ લોન્ચ કર્યા પછી થોડા જૂના મોડલ્સને ડિસ્કન્ટિન્યુ કરે છે. હવે iPhone 17 Seriesનું લોન્ચિંગ નજીક છે અને અહેવાલો મુજબ, આ વખતે પણ કેટલાક લોકપ્રિય મોડલ્સ માર્કેટમાંથી ગાયબ થઈ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અહેવાલ અનુસાર iPhone 17 Series આવતા જ iPhone 15, iPhone 15 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Maxને Apple પોતાની ઓફિશિયલ સાઇટ પરથી હટાવી શકે છે. જોકે, થર્ડ-પાર્ટી રિટેલર્સ (જેમ કે Amazon, Flipkart) પર આ ફોન ત્યારે સુધી ઉપલબ્ધ રહેશે જ્યાં સુધી સ્ટોક બાકી છે. સ્ટોક પૂરો થતાં જ આ મોડલ્સ બજારમાંથી ગાયબ થઈ જશે.

ADVERTISEMENT
આઈફોન સિવાય Apple Watch Series 10, Apple Watch Ultra 2 અને AirPods Pro 2 Gen પણ ડિસ્કન્ટિન્યુ થવાની શક્યતા છે. એટલે કે, કંપની તેની ઓફિશિયલ સાઇટ અને સ્ટોર્સ પર આ પ્રોડક્ટ્સનું વેચાણ બંધ કરશે અને મેન્યુફેક્ચરિંગ પણ બંધ થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વધુ વાંચો : Apple iPhone 17 સિરીઝમાં મળશે એક-બે નહીં, અનેક અપગ્રેડ, લૉન્ચિંગ પહેલા જ ફીચર્લ લીક!
એટલે કે જો તમે iPhone 15 અથવા 16 Pro સિરીઝના મોડલ લેવા માંગતા હો, તો iPhone 17 Series લોન્ચ પહેલાં કે તરત પછી ખરીદી કરવી સમજદારીભરી ચાલ સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.