બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Apple iPhone 17 સિરીઝમાં મળશે એક-બે નહીં, અનેક અપગ્રેડ, લૉન્ચિંગ પહેલા જ ફીચર્લ લીક!

ટેક્નોલોજી / Apple iPhone 17 સિરીઝમાં મળશે એક-બે નહીં, અનેક અપગ્રેડ, લૉન્ચિંગ પહેલા જ ફીચર્લ લીક!

Shilpa Parmar

Last Updated: 12:54 PM, 9 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Apple Event 2025 : Apple iPhone 17 સિરીઝના લોન્ચ ઇવેન્ટ પહેલા જ તેના ફીચર્સ લીક થઈ ગયા છે. જો તમે પણ iPhoneના ફેન છો તો જાણી લો iPhone 17 Pro અને iPhone 17 Pro Maxમાં શું નવું મળશે?

આજે એટલે કે 9 સપ્ટેમ્બર, 2025ના રોજ Apple પોતાના ‘Awe Dropping’ લાઇવ ઇવેન્ટમાં iPhone 17 સિરીઝને ભારત સહિત સમગ્ર વૈશ્વિક બજારમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે. લોન્ચ પહેલા જ આવનારા નવાં ફોન અંગેની ઘણી વિગતો લીક થઈ ગઈ છે.

લીક થયેલી માહિતી મુજબ, એપલ આજની ઇવેન્ટમાં iPhone 17 Pro અને iPhone 17 Pro Max સહિત કુલ સાત નવા પ્રોડક્ટ રજૂ કરશે. સાથે જ ડિવાઇસમાં ઘણાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. જણાવી દઈએ કે આ ઇવેન્ટ ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગ્યે લાઇવ જોવા મળશે.

iPhone 17 Pro Maxની નવી કેમેરા ડિઝાઇન

આ વખતે iPhone 17 Pro Maxના કેમેરામાં કેટલાક નવા અપડેટ્સ જોવા મળી શકે છે. ડિવાઇસમાં પહેલીવાર ચોરસ આકારનું કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. જોકે, આ વખતે પણ ફોનમાં ટ્રિપલ કેમેરા જ મળશે, પરંતુ Flash અને LiDAR સેન્સરને બીજી બાજુ ખસેડવામાં આવી શકે છે.

ઉપરાંત, આ મોડલમાં અપગ્રેડેડ 8x ટેલિફોટો ઝૂમ આપવાની ચર્ચા છે, જે iPhone 16 Pro Maxના 5x ઝૂમ કરતાં ઘણું વધારે પાવરફુલ હશે. ફોનની ડિઝાઇનમાં બદલાવ જોવા મળી શકે છે, જેમાં ટાઇટેનિયમની જગ્યાએ પાર્ટ-એલ્યુમિનિયમ અને પાર્ટ-ગ્લાસનું કોમ્બિનેશન જોવા મળી શકે છે.

વધુ મોટી સ્ક્રીન મળશે

ફોનમાં આ વખતે પણ 6.9-ઇંચનું ProMotion OLED પેનલ જ મળશે. પરંતુ ડિવાઇસમાં આ વખતે પહેલાથી વધારે પાતળા બેઝલ, નાનો ડાયનેમિક આઇલેન્ડ અને વધુ મોટી સ્ક્રીનનો એક્સપીરિયન્સ મળશે. આ બદલાવથી ફોનનો આખો લુક જ બદલાઈ જશે.

બેટરી અને iOS 26

પાવર બેકઅપ માટે ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી શકે છે, સાથે જ તેમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળશે. આ ફોન નવીનતમ iOS 26 પર ચાલશે, જેમાં નવા Apple Intelligence ફીચર્સ પણ જોવા મળશે. એટલે કે, આ સિરીઝ તેના પહેલા મોડલ કરતાં ઘણાં અપગ્રેડ્સ સાથે આવશે.

Logoની નવી જગ્યા

રિપોર્ટ્સ મુજબ, આ વખતે ફોનના બેક કવર પર Appleનો Logo મિડલમાં નહીં પરંતુ કોઈ નવી જગ્યાએ મૂકવામાં આવી શકે છે.

વધુ વાંચો : આજે Appleની મેગા ઇવેન્ટ: જેમાં માત્ર iPhone નહીં, નવા Airpods સહિત વિવિધ પ્રોડક્ટ્સ થશે લોન્ચ

જણાવી દઈએ કે iPhone 17 સિરીઝનું ભારતમાં પ્રી-ઓર્ડર શુક્રવાર, 12 સપ્ટેમ્બર, 2025થી શરૂ થવાની શક્યતા છે, જ્યારે ફોનની ઉપલબ્ધતા તેના પછીના અઠવાડિયાથી શરૂ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Apple iphone 17 pro max launch iphone 17 price Apple Event 2025
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ