બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આજે Appleની મેગા ઇવેન્ટ: જેમાં માત્ર iPhone નહીં, નવા Airpods સહિત વિવિધ પ્રોડક્ટ્સ થશે લોન્ચ
Last Updated: 07:37 AM, 9 September 2025
Apple iPhone 17 Pro Max Launch: આજે જેની સ્માર્ટફોન લવર્સ કાયર્ન રાહ જોઈ રહ્યા છે તે ઇવેન્ટ થવા જઈ રહી છે. જી આજે 9 સપ્ટેમ્બરના રોજ Apple તેની વાર્ષિક ઈવેન્ટમાં iPhone 17 સિરીઝ લોન્ચ કરશે. આટલું જ નહિ આ સાથે Apple Watch 11 અને Airpods Pro 3 પણ લોન્ચ થઈ શકે છે. આજની આ ઇવેન્ટને Apple તરફથી 'Awe Dropping' નામ આપવામાં આવ્યું છે. આ ઇવેન્ટ ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગ્યે કેલિફોર્નિયાના ક્યુપરટિનોમાં એપલ પાર્ક ખાતે શરૂ થશે. ત્યારે ચાલો જાણીએ આ નવી સિરીઝના ફીચર્સ વિશે.
ADVERTISEMENT
આજે annual ઈવેન્ટમાં આઈફોનની સાથે એપલ એરપોડ્સ પ્રો 3 પણ લોન્ચ થઈ શકે છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલા એવા ઇયરબડ્સ હશે કે માત્ર એ હિયરિંગ ડિવાઇસ જ નહીં હોય પણ તે હાર્ટ બીટ પણ કાઉન્ટ કરશે. વેલ આ ઉપરાંત એપલ વોચ સિરીઝ 11 લોન્ચ થઈ શકે છે. iOS 26 પણ લોન્ચ થઈ શકે છે જેમાં લિક્વિડ ગ્લાસ ઇન્ટરફેસ હશે. આજની આ 'Awe Dropping' ઇવેન્ટ પછી આઈફોન માર્કેટમાં મળતા થશે ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર ભારતમાં સ્ટાન્ડર્ડ iPhone 17 ની શરૂઆતની કિંમત 79,900 રૂપિયા હોઈ શકે છે જે તેના ટોપ મોડેલ Pro Max માટે 1,64,900 રૂપિયા સુધી જઈ શકે છે.
ADVERTISEMENT
Apple’s “Awe Dropping” event takes place Sept. 9 at 1 p.m. ET/10 a.m. PT in Cupertino.
— Eassiy (@eassiyofficial) September 9, 2025
Watch it live on the Apple website or the Apple TV app. #AppleEvent
Unlock your iOS devices: https://t.co/2cT5oK5CRo pic.twitter.com/d3DYhGDa2n
ADVERTISEMENT
Appleની પોલિસી છે કે તે દર વર્ષે એક નવી સિરીઝ લોન્ચ કરે છે તે સાથે જ એક જૂની સિરીઝ બંધ કરે છે. Apple કેટલાક જૂના મોડલ ખાસ કરીને Pro મોડલ બંધ કરે છે. જેથી લોકો નવા iPhone 17 Pro મોડલ ખરીદે. આમાં 5 થી 7 વર્ષ પહેલા લોન્ચ થયેલા મોડલ પણ બંધ થઈ શકે છે. જો કે આ મોડલ ફ્લિપકાર્ટ અને એમેઝોન કે અન્ય દુકાન જેવા થર્ડ-પાર્ટી પ્લેટફોર્મ પર સ્ટોક હશે ત્યાં સુધી વેચવામાં આવશે.
ADVERTISEMENT
એપલે ગયા વર્ષે 'ઇટ્સ ગ્લોટાઇમ' ઇવેન્ટમાં આઇફોન 16 સિરીઝ, એપલ વોચ સિરીઝ 10, એપલ વોચ અલ્ટ્રા 2 અને એપલ એરપોડ્સ 4 પણ લોન્ચ કર્યા હતા. કંપનીએ પહેલીવાર AI ફીચર્સનો સમાવેશ કર્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો: આ 5 લક્ષણ દેખાડ તો તમારા શરીરમાં B12 ની કમી, તુરંત ડોક્ટર પાસે પહોંચી જ જજો

ADVERTISEMENT
એપલે 2017 માં iPhone SE સાથે ભારતમાં iPhones નું મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું. તેની પાસે ત્રણ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસ (EMS) ભાગીદારો છે - Foxconn, Wistron અને Pegatron. iPhone SE પછી, iPhone 11, iPhone 12 અને iPhone 13 નું ઉત્પાદન પણ ભારતમાં થયું. Foxconnનો પ્લાન્ટ ચેન્નાઈ નજીક શ્રીપેરુમ્બુદુરમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.