બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / શું તમારું WhatsApp એકાઉન્ટ બીજા કોઈ ડિવાઇસમાં તો લૉગિન નથી ને? આ રીતે તુરંત કરો ચેક
Last Updated: 10:48 AM, 12 April 2026
WhatsApp Security Tips: આજકાલ WhatsApp માત્ર વાતચીત માટે નહીં પરંતુ અમારી ઘણી મહત્વપૂર્ણ વ્યક્તિગત માહિતી સાચવવાનું એક મોટું માધ્યમ બની ગયું છે. તેમાં આધાર, PAN જેવી વિગતો સાથે અન્ય જરૂરી ડોક્યુમેન્ટ પણ હોઈ શકે છે. તેથી જો તમારું એકાઉન્ટ કોઈ બીજા ડિવાઇસમાં લોગિન થઈ જાય તો તે સુરક્ષાની દૃષ્ટિએ ખતરનાક બની શકે છે. કારણ કે કોઈ પણ તમારી ચેટ્સ અને ડેટા સુધી પહોંચી શકે છે. આ કારણે સમયાંતરે તપાસવું જરૂરી છે કે તમારું WhatsApp એકાઉન્ટ અન્ય ક્યાંય સક્રિય તો નથી ને.
ADVERTISEMENT
જો તમને લાગે છે કે તમારું WhatsApp કોઈ બીજા ડિવાઇસમાં ચાલુ હોઈ શકે છે. તો તેને ચેક કરવું ખૂબ સરળ છે. આ માટે સૌથી પહેલા તમારા ફોનમાં WhatsApp ખોલો અને ઉપર જમણી બાજુએ દેખાતા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો. ત્યારબાદ ‘Linked Devices’ ઓપ્શન પસંદ કરો. અહીં તમને તે બધા ડિવાઇસનું લિસ્ટ મળશે જ્યાં તમારું એકાઉન્ટ હાલમાં લોગિન છે. સાથે જ તેમની એક્ટિવિટી વિશે માહિતી પણ જોઈ શકશો. આ ફીચરથી તમે સરળતાથી કોઈ અજાણ્યું અથવા શંકાસ્પદ લોગિન ઓળખી શકો છો અને તમારું એકાઉન્ટ વધુ સુરક્ષિત રાખી શકો છો.
ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT
જો યાદીમાં તમને કોઈ એવું ડિવાઇસ દેખાય જે તમારું ન હોય અથવા ઓળખાતું ન હોય તો તેને તરત દૂર કરવું ખૂબ જરૂરી છે. તે માટે તે ડિવાઇસ પર ક્લિક કરો અને ‘Log out’ પસંદ કરો. જેથી ત્યાંથી તમારું WhatsApp એકાઉન્ટ બંધ થઈ જશે. ખાસ કરીને જો તમે ક્યારેય સાયબર કેફે કે બીજા કોઈના કમ્પ્યુટર પર WhatsApp ઉપયોગ કર્યો હોય તો કામ પૂરું થયા પછી તરત લોગઆઉટ કરવાનું ભૂલશો નહીં. આ રીતે તમે તમારી માહિતી સુરક્ષિત રાખી શકો છો અને હેકિંગ કે છેતરપિંડીનો ખતરો ઘટાડી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.