ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / બજારમાં નકલી ચાર્જરની ભરમાર વચ્ચે 'R' કોડ બની શકે છે તમારી સુરક્ષાનો સૌથી મોટો સહારો

ટેક્નોલોજી / બજારમાં નકલી ચાર્જરની ભરમાર વચ્ચે 'R' કોડ બની શકે છે તમારી સુરક્ષાનો સૌથી મોટો સહારો

Published By: Jinal Chauhan

Last Updated: 01:01 PM, 11 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ક્યારેય ધ્યાનથી જોયું હોય તો ફોન ચાર્જરના પાછળ એક ખાસ કોડ લખેલો હોય છે જે “R” થી શરૂ થાય છે. તેના પછી એક ડેશ અને થોડા નંબર લખેલા હોય છે.

ADVERTISEMENT

આજકાલ સ્માર્ટફોન ખરીદતી વખતે ઘણી વાર બોક્સમાં ચાર્જર મળતું નથી. આવી સ્થિતિમાં લોકોને અલગથી ચાર્જર ખરીદવું પડે છે. બજારમાં સસ્તા અને નકલી ચાર્જર મળી જાય છે જેના કારણે સમજવું મુશ્કેલ થઈ જાય છે કે કયું ચાર્જર વિશ્વાસપાત્ર છે અને કયું નથી. આ દરમિયાન એક નાનો કોડ તમારી ઘણી મદદ કરી શકે છે જેને મોટાભાગના ઈગનોર કરે છે.

જો તમે ધ્યાનથી જોયું હોય તો ફોન ચાર્જરના પાછળ એક ખાસ કોડ લખેલો હોય છે જે “R” થી શરૂ થાય છે. તેના પછી એક ડેશ અને થોડા નંબર હોય છે. આ કોઈ સામાન્ય નંબર નથી પરંતુ એક અધિકૃત રજિસ્ટ્રેશન કોડ છે. આ કોડ Bureau of Indian Standards (BIS) દ્વારા આપવામાં આવે છે. ભારતમાં વેચાતા ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ માટે આ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. ચાર્જર સરકારે નક્કી કરેલા સુરક્ષા અને ગુણવત્તાના ધોરણોને પૂરા કરે છે. આ “R” કોડ એ બતાવે છે કે તમારો ચાર્જર રજિસ્ટર અને પ્રમાણિત છે. જો કોઈ ચાર્જર પર આ કોડ હોય તો તેનો અર્થ એ થાય છે કે તે સુરક્ષા ધોરણોનું પાલન કરે છે અને નકલી અથવા નીચી ગુણવત્તાનો નથી.

જે ચાર્જરમાં આ કોડ નથી હોય અથવા ખોટો હોય તે જોખમી હોઈ શકે છે. તે તમારા ફોન માટે જ નહીં પરંતુ તમારી સુરક્ષા માટે પણ ખતરો ઊભો કરી શકે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ આગામી અઠવાડિયે ભારતમાં થશે લોન્ચ Vivo T5 Pro 5G, કિંમતને લઇ મળી હિન્ટ

જો તમે ખાતરી કરવા માંગતા હોવ તો તમે આ કોડને ઓનલાઈન પણ ચેક કરી શકો છો. તેના માટે BIS Care એપ અથવા BIS ની ઓફિશિયલ વેબસાઇટનો ઉપયોગ કરી શકાય છે. તમારે ફક્ત ચાર્જર પર લખેલો કોડ દાખલ કરવો હોય છે ત્યારબાદ તેની સાથે જોડાયેલી બધી માહિતી મળી જાય છે. આ રીતે તરત જ ખબર પડી જાય છે કે પ્રોડક્ટ અસલી છે કે નહીં.

R code charger (1)

આ કોડ તપાસવાથી તમે ખાતરી કરી શકો છો કે તમારો ચાર્જર સુરક્ષિત છે અને તેને લાંબા સમય સુધી કોઈ જોખમ વગર વાપરી શકાય છે. યોગ્ય ચાર્જર વાપરવાથી ઓવરહીટિંગ, શોર્ટ સર્કિટ અથવા કરંટ લાગવાની સમસ્યાનું જોખમ ઘણું ઓછો થઈ જાય છે. સાથે સાથે તે તમારા સ્માર્ટફોનની બેટરી અને તેની કામગીરીને પણ સુરક્ષિત રાખે છે. આગામી વખત જ્યારે પણ તમે નવો ચાર્જર ખરીદો, ત્યારે તેની કિંમત કરતાં તેના “R” કોડ પર વધુ ધ્યાન આપો. આ નાનો કોડ તમારી સુરક્ષા અને તમારા ડિવાઇસ બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BIS certification India R code charger fake charger

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ