બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / અમેરિકામાં પ્રથમ AI સ્કૂલ, સોફ્ટવેર આધારિત શિક્ષણ તરફ અમેરિકાનું પગલું
Last Updated: 07:52 AM, 27 March 2026
USA AI School: અમેરિકામાં એક અનોખી અને ભવિષ્યમુખી શિક્ષણ પદ્ધતિ તરફ મોટું પગલું ભરાયું છે. જ્યાં પરંપરાગત શિક્ષણને બદલે AI આધારિત ભણતર શરૂ થવાનું છે. શિકાગોના લેકશોર ઇસ્ટ વિસ્તારમાં જેમ્સ એકેડેમીની જૂની બિલ્ડિંગમાં આ નવી પ્રકારની સ્કૂલ શરૂ થવાની છે. આ સ્કૂલમાં પરંપરાગત અર્થમાં શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવશે નહીં પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા તમામ વિષયોનું શિક્ષણ આપવામાં આવશે. શિક્ષકો અહીં માત્ર માર્ગદર્શક તરીકે હાજર રહેશે. જે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને સહાય આપશે. આ મોડલ વિદ્યાર્થીઓને પોતાની ગતિએ અને રસ પ્રમાણે શીખવાની વધુ સ્વતંત્રતા આપે છે, જે આધુનિક શિક્ષણ પદ્ધતિ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
ADVERTISEMENT

આ AI સ્કૂલમાં વિદ્યાર્થીઓને રોજ ફક્ત બે કલાક માટે શૈક્ષણિક વિષયો ભણાવવામાં આવશે. જે સંપૂર્ણપણે સોફ્ટવેર આધારિત હશે. પરંપરાગત પુસ્તકોના બદલે ડિજિટલ ટૂલ્સ અને એજ્યુકેશન એપ્સનો ઉપયોગ કરવામાં આવશે. બાકીના સમયમાં વિદ્યાર્થીઓ વર્કશોપ, પ્રોજેક્ટ્સ અને વિવિધ લાઇફ સ્કિલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ટીમ વર્ક, ક્રિએટિવિટી અને પ્રેક્ટિકલ જ્ઞાનને પ્રોત્સાહન આપતી આ પદ્ધતિ બાળકોને ભવિષ્ય માટે વધુ સજ્જ બનાવે છે. સ્કૂલમાં કિન્ડરગાર્ટનથી લઈને આઠમા ધોરણ સુધીના લગભગ 100 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે અને ભવિષ્યમાં આ સંખ્યામાં વધારો કરવાની યોજના પણ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT

આ સ્કૂલનું સંચાલન આલ્ફા સ્કૂલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે અમેરિકા ભર માં 20થી વધુ સેન્ટરો ધરાવે છે. તેની વાર્ષિક ફી લગભગ 55 હજાર ડોલર નક્કી કરવામાં આવી છે. સ્કૂલના સહ-સ્થાપક મેકેન્ઝી પ્રાઇસે જણાવ્યા મુજબ અગાઉ કરવામાં આવેલા સર્વેમાં 94 ટકા વિદ્યાર્થીઓએ આ મોડલ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સ્કૂલ બે સત્રોમાં કાર્ય કરશે. સવારના સમયે એઆઈ દ્વારા અભ્યાસ અને બપોર પછી પ્રેક્ટિકલ વર્કશોપ અને પ્રોજેક્ટ આધારિત પ્રવૃત્તિઓ. શિક્ષણ ક્ષેત્રમાં આ નવીન પ્રયોગને કારણે અમેરિકામાં વ્યાપક ચર્ચા શરૂ થઈ છે અને આવનારા સમયમાં અન્ય દેશો પણ આ મોડલ અપનાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.