બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ફાસ્ટ ચાર્જિંગ, 6000mAhની બેટરી, iPhone સિરીઝ વચ્ચે Oppoનો દમદાર સ્માર્ટફોન લૉન્ચ

ટેક્નોલોજી / ફાસ્ટ ચાર્જિંગ, 6000mAhની બેટરી, iPhone સિરીઝ વચ્ચે Oppoનો દમદાર સ્માર્ટફોન લૉન્ચ

Priyankka Triveddi

Last Updated: 08:41 AM, 10 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Apple તેની નવી સિરીઝ iPhone 17 લોન્ચ કરી છે તો તેની સાથે Oppo એ પણ માર્કેટમાં પણ એક ફોન લોન્ચ કર્યો છે. કંપનીની A સિરીઝના નવા ફોનનું નામ Oppo A6i છે. આ ફોનની યુનિક ડિઝાઇન, 6000 mAh ની બેટરી અને 45 વોટની ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Oppo A6i: Oppoએ બજારમાં પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે. કંપનીની A સિરીઝ આ નવા ફોનનું નામ Oppo A6i છે. આ ફોન મજબૂત ડિઝાઇન, 6000mAh બેટરી અને 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં 50-મેગાપિક્સલનો મેઈન કેમેરા છે. Oppoએ હાલમાં જ આ ફોન ચીનમાં લોન્ચ કર્યો છે. તે ત્રણ વેરિઅન્ટમાં આવે છે - 6GB + 128GB, 8GB + 128GB અને 8GB + 256GB. ચીનમાં ફોનની શરૂઆતની કિંમત 899 યુઆન લગભગ 11 હજાર રૂપિયા છે. ક્લાઉડ મિસ્ટ વ્હાઇટ અને મિડનાઇટ બ્લેક કલર ઓપ્શનમાં આવતા આ ફોનનું વેચાણ 12 સપ્ટેમ્બરથી ચીનમાં શરૂ થશે.

Oppo A6i ના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

કંપની આ ફોનમાં 1604 x 720 પિક્સેલ રિઝોલ્યુશન સાથે 6.56-ઇંચનું LCD પેનલ આપી રહી છે. ફોનમાં આપવામાં આવેલા આ ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120Hz છે. આ ડિસ્પ્લે 1000 nits ના પીક બ્રાઇટનેસ લેવલ સાથે આવે છે. ડિસ્પ્લેની ખાસ વાત એ છે કે તે ભીના કે ટેલ વાળા હાથે ટચ કરવાથી પણ રિસ્પોન્સ આપે છે. ફોનમાં 8GB સુધી LPDDR4x RAM અને 256GB સુધી UFS 2.2 સ્ટોરેજ છે. પ્રોસેસર તરીકે તમને ફોનમાં ડાયમેન્સિટી 6300 ચિપસેટ આપવામાં આવ્યો છે.

OPPO-A6i

ફોનને પાવર આપવા માટે તેમાં LED ફ્લેશ સાથે બે કેમેરા છે. આમાં 50-મેગાપિક્સલ મુખ્ય લેન્સ સાથે 2-મેગાપિક્સલ ડેપ્થ સેન્સરનો સમાવેશ થાય છે. સેલ્ફી માટે કંપની આ ડિવાઇસમાં 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા ઓફર કરી રહી છે. ફોનમાં પોટ્રેટ મોડ, ડ્યુઅલ-વ્યૂ રેકોર્ડિંગ, ઑબ્જેક્ટ રિમૂવલ, પિક્સેલ-લેવલ ઝૂમ અપસ્કેલિંગ અને AI-પાવર્ડ સ્ટીકર ઓવરલે જેવી ઘણી AIને લગતી સુવિધાઓ આપવામાં આવી રહી છે.

વધુ વાંચો: iPhone 17 Pro: આકર્ષક ડિઝાઇન, ત્રણ કલર વેરિએશન, જાણો ભારતમાં તેની શરૂઆતની કિંમત

Vtv App Promotion

Oppoનો આ નવો ફોન ColorOS 15 પર કામ કરે છે. કંપનીએ તેને લોંગ ટર્મની સ્મૂથનેસ માટે ઑપ્ટિમાઇઝ કર્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફોન 48 મહિના સુધીની પરફોર્મન્સ સ્ટેબિલિટી આપી રહ્યો છે. ફોનને પાવર આપવા માટે તે 6000mAh બેટરી આપી રહ્યું છે. આ બેટરી 45 વોટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર ફોનમાં આપવામાં આવેલી આ બેટરી માઈનસ 20 ડિગ્રી તાપમાનમાં પણ માત્ર 37 મિનિટમાં 50 ટકા ચાર્જ થઈ જાય છે. કંપનીએ આ ફોન ડાયમંડ શિલ્ડ ફ્રેમ અને હાઇ-સ્ટ્રેન્થ એલ્યુમિનિયમ એલોયથી બનાવ્યો છે. જે તેની ડ્યુરેબિલિટીમાં વધારો કરે છે. આ ફોન IP65 વોટર રેઝિસ્ટન્સ રેટિંગ સાથે આવે છે અને તેને SGS 5-સ્ટાર ડ્રોપ રેઝિસ્ટન્સ સર્ટિફિકેશન પણ મળ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Oppo New Smartphone Oppo India Oppo A6i
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ