બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Gmail યુઝર્સ એલર્ટ! ફટાફટ પતાવી દેજો આ કામ, નહીંતર એકાઉન્ટ હેક, Googleની વૉર્નિંગ
Last Updated: 02:46 PM, 8 July 2025
Google એ Gmail યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. આજકાલ સાયબર ક્રાઇમ અને એકાઉન્ટ હેકિંગના મામલા વધી રહ્યા છે. ઘણી વખત, ઇમેઇલ ખોલવા અને ડોક્યુમેન્ટ ઍક્સેસ કરવા માટે, સ્ક્રીન પર એક પોપ-અપ વિન્ડો ખુલે છે, જે તમને પાસવર્ડ દાખલ કરીને લોગ ઇન કરવાનું કહે છે. શું તમે જાણો છો કે આવી કોઈપણ વિન્ડો પર પાસવર્ડ દાખલ કરીને, તમે હેકર્સને તમારા એકાઉન્ટની ઍક્સેસ આપી શકો છો? હા, ગુગલે આવી કોઈપણ પોપ-અપ વિન્ડો પર લોગ ઇન ન કરવાની ચેતવણી જારી કરી છે. આમ કરવાથી, એપ્સ તમારા જીમેલ એકાઉન્ટને હેક કરી શકે છે. આનાથી બચવા માટે, ગુગલે યુઝર્સને તેમના જીમેલ એકાઉન્ટને અપગ્રેડ કરવા કહ્યું છે. ચાલો ડિટેલમાં આના વિશે જાણીએ.
ADVERTISEMENT

ગૂગલે ચેતવણી આપી
ADVERTISEMENT
ગૂગલે ચેતવણી આપી છે કે મોટાભાગના Gmail યુઝર્સ હજુ પણ પાસવર્ડ અને ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) જેવી જૂની સાઇન-ઇન પદ્ધતિઓ પર આધાર રાખે છે, જ્યારે FBI અહેવાલ આપે છે કે ગત વર્ષે ઓનલાઈન કૌભાંડોએ રેકોર્ડ 16.6 બિલિયન ડોલર કમાયા હતા. આવા કિસ્સાઓમાં ફક્ત એક વર્ષમાં 33 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ADVERTISEMENT
આ રીતે હેકર્સ ફિશિંગ વેબસાઇટ બનાવી રહ્યા છે
તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે એક રિપોર્ટ અનુસાર, હેકર્સ vO GenAI ટૂલનો દુરુપયોગ કરીને ફિશિંગ સાઇટ્સ બનાવી રહ્યા છે, જે સાઇનિંગ પેજ જેવું દેખાય છે. આ જ કારણ છે કે ગૂગલ Gmail યુઝર્સને ચેતવણી આપી રહ્યું છે અને તેમને તેમના એકાઉન્ટ્સ અપગ્રેડ કરવાનું કહી રહ્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચો: શું છે TikTok M2 એપ? જેને અમેરિકા અપનાવવા તૈયાર, તો શું હવે ભારતમાં પણ?
આ ફીચર વડે તમારા એકાઉન્ટને સુરક્ષિત કરો
ADVERTISEMENT
યુઝર્સ તેમના એકાઉન્ટને પાસકી ઉમેરીને સુરક્ષિત કરી શકે છે. આ કરવું મુશ્કેલ કાર્ય નથી. યુઝર્સ અમુક સ્ટેપ્સમાં સરળતાથી તેમના Gmail એકાઉન્ટમાં પાસકી ઉમેરી શકે છે. આ હેકર્સ તમારા એકાઉન્ટને ઍક્સેસ કરવાથી અટકાવશે. તેમ છતાં, મોટાભાગના Gmail યુઝર્સ પાસકી ફીચરનો ઉપયોગ કરી રહ્યા નથી. આ સિવાય, યુઝર્સે કોઈપણ વિંડોમાં સાઇન ઇન કરતા પહેલા તેને યોગ્ય રીતે તપાસવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.