ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / શું છે TikTok M2 એપ? જેને અમેરિકા અપનાવવા તૈયાર, તો શું હવે ભારતમાં પણ?
Last Updated: 02:43 PM, 8 July 2025
ADVERTISEMENT
TikTok ફરીથી તેના નવા "M2" વર્ઝનને લઈને સમાચારમાં છે. જાણવા મળ્યું છે કે TikTokની પેરેન્ટ કંપની Bytedance અમેરિકામાં તેના વપરાશકર્તાઓ માટે એક અલગ એપ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ નવી એપ આંતરિક રીતે “M2” નામથી ઓળખાય છે અને તે 5 સપ્ટેમ્બર 2025ના રોજ Apple App Store પર લોન્ચ થવાની છે. કારણ અમેરિકામાં TikTok પર પ્રતિબંધ લગાડવાનો મુદ્દો ચાલી રહ્યો છે અને તેને 17 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે કે તે પોતાનો અમેરિકન વ્યવસાય સ્થાનિક કંપનીને વેચી દે.
ADVERTISEMENT

Bytedanceએ આ પગલું અમેરિકન સરકારની ડેટા સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને ભર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે M2 એપમાં Bytedanceનો ભાગ બહુ ઓછો હશે અને તેનો સત્તાવાર નિયંત્રણ કોઈ અમેરિકન કંપની પાસે રહેશે. TikTok મૂળ એપને App Store પરથી હટાવી દેવામાં આવશે અને વપરાશકર્તાઓને M2 ડાઉનલોડ કરવી પડશે. એવું પણ જણાવાયું છે કે Apple એક જ એપના અંદર અલગ વર્ઝન માટે મંજૂરી આપતો નથી, તેથી Bytedanceને અલગ એપ બનાવવી પડી. TikTok હાલમાં અમેરિકામાં લગભગ 17 કરોડ લોકો વાપરે છે અને તેમાં મોટાભાગના વપરાશકર્તાઓ iPhone વાપરે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ટિકટોક પર પ્રતિબંધનો મુદ્દો નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળમાં લેવામાં આવ્યો હતો. તેમણે પહેલા પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો હતો પણ પછી સમયમર્યાદા લંબાવી હતી. હવે છેલ્લી તારીખ 17 સપ્ટેમ્બર છે. અમેરિકન સરકાર માને છે કે TikTok દ્વારા યુઝર્સના ડેટા ચીનના સર્વરમાં મોકલવામાં આવે છે, જે દેશની સુરક્ષા માટે ખતરો ઊભો કરે છે.

ADVERTISEMENT
આ પણ વાંચો : મ્યુચ્યુઅલ ફંડ કરતા વધારે બેસ્ટ! કરો રૂ. 10,000ની SIP, જે આપશે બમ્પર રિટર્ન
ADVERTISEMENT
ભારતની વાત કરીએ તો, અહીં પણ ટિકટોક એક સમયના લોકપ્રિય પ્લેટફોર્મમાંથી એક હતું, પરંતુ ગલવાન ઘટના પછી, ભારતમાં TikTok પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આજે પણ યુવાનોમાં ચર્ચા છે કે શું TikTok ભારતમાં આવી શકે છે. આ સંદર્ભમાં બધું સરકારના વલણ પર આધાર રાખે છે. જોકે, જો બધું યોજના મુજબ ચાલે તો, અમેરિકામાં TikTok માટે જે પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે તે ભારત માટે પણ શક્ય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital