બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ફૉલો કરો આ સ્ટેપ્સ, અને Google સર્ચિંગમાં સેટ કરો તમારી ફેવરિટ વેબસાઇટ VTV Digitalને

ટેક / ફૉલો કરો આ સ્ટેપ્સ, અને Google સર્ચિંગમાં સેટ કરો તમારી ફેવરિટ વેબસાઇટ VTV Digitalને

Priyankka Triveddi

Last Updated: 01:21 PM, 15 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Google એ ભારત અને અમેરિકા માટે એક નવું ફીચર “Preferred Sources” ઉમેર્યું છે. જેના પછી હવે તમે તમારી પસંદગીની ન્યૂઝ ચેનલ ' VTV Digital' ને ગૂગલ સર્ચમાં ટોપ પ્રયોરીટીમાં રાખી શકો છો. એટલે કે જ્યારે પણ તમે સર્ચ કરશો ત્યારે તમને VTV Digital ના ન્યૂઝ 'Top Stories' માં પહેલા અને વધારે દેખાશે.

Google News: ગૂગલ ઓનલાઇન ન્યૂઝને યુઝ કરવાની રીત બદલી રહ્યું છે. તેની નવી લોન્ચ થયેલા ફીચર Preferred Sources સાથે હવે યુઝર્સને તેમની ટોપ સ્ટોરીઝમાં શું દેખાશે તેના પર વધુ કંટ્રોલ થશે.

એટલે કે ગૂગલના પ્રીસેટ અલ્ગોરિધમ્સ પર સંપૂર્ણપણે આધાર રાખવાને બદલે તમે હવે VTV Digital ને તમારા વિશ્વસનીય સમાચાર આઉટલેટ તરીકે પસંદ કરી શકો છો જે તમે પહેલા જોવા માંગો છો. આ ફીચર તમારી ચોઈસ અનુસાર રિઝલ્ટ ઉપર બતાવશે.

આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરશો

આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા કોઈ એવા ટ્રેન્ડિંગ સબ્જેક્ટને સિલેકટ કરો. ત્યાર પછી 'Top Stories' હેડરમાં જમણી તરફ આવેલા નાના આઇકોન પર ક્લિક કરો. ત્યાં તમારા ફેવરિટ ઓપ્શનને સિલેકટ કરવાનો ઓપ્શન મળશે. તેણે એક વાર સિલેકટ કર્યા પછી તે સોર્સ પરથી દરેક ખબર તમારા સર્ચ રિઝલ્ટમાં ટોપમાં દેખાશે. તમે ધારો એટલે સોર્સ તેમાં એડ કરી શકો છો અને પછી બદલી શકો છો. For Ex જો તમે VTV Digital source માં સિલેકટ કરો છો તો તમને VTVના તમામ સમાચાર ટોપમાં ઉપર દેખાશે.

Google

કેવી રીતે કામ કરે છે આ પ્રિફર્ડ સોર્સિસ ફીચર

એકવાર તમારો ગમતો સોર્સ પસંદ કર્યા પછી તે જે પણ ન્યૂઝ પબ્લીશ કરશે તે તમને 'ટોપ સ્ટોરી'માં ઉપર જોવા મળશે. અમુકમાં તમને 'From Your Source' નામનું એક અલગ સેકશન પણ જોવા મળી શકે છે. જેમાં તમે તમારા પસંદ કરેલ પ્લેટફોર્મના સમાચાર જોઈ શકશો. જો કે અન્ય સોર્સ માંથી પણ ખબર મળતી રહેશે જેથી તમને અલગ અલગ દ્રષ્ટિકોણથી દરેક સ્ટોરી મળતી રહે. આ ફીચર સમાચારને ફાસ્ટ અને પર્સનલ ચોઈસ મુજબ પહોંચે તે માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

વધુ વાંચો: LOAN લેવાથી લઇને....! એક ક્લિકમાં જાણો IT રિટર્ન ફાઇલ કરવાના ફાયદા

Vtv App Promotion 1

યુઝર્સના અનુભવ

ગૂગલના અનુસાર આ ફીચરના શરૂઆતના તબક્કામાં અડધાથી વધુ લોકોએ 4 સોર્સ સિલેકટ કર્યા હતા. જો તમે ગૂગલ લેબ્સના મધ્યમથી આ સર્વિસનો ઉપયોગ કર્યો છે તો તમારા લાસ્ટ સોર્સ પણ આપમેળે આ ફીચરમાં નજર આવશે. આ ફીચર આ અઠવાડિયાથી રોલ આઉટ થશે અને આવનાર થોડા દિવસોમાં યુઝર્સ સુધી પહોંચશે. જેથી તમે પણ તમારી મનગમતી ન્યૂઝ પ્લેટફોર્મને સિલેકટ કરી તેના ફ્રેશ ન્યૂઝ સૌથી પહેલા જોઈ શકશો એ પણ વધુ સ્ક્રોલ કર્યા વિના.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

News Feature Preferred Sources Google Priority
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ