ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Airtel ના ગ્રાહકો માટે મોટી ખુશખબરી, પ્લાન કર્યા ખુબ જ સસ્તા

આનંદો / Airtel ના ગ્રાહકો માટે મોટી ખુશખબરી, પ્લાન કર્યા ખુબ જ સસ્તા

Published By: Chintan Chavda

Last Updated: 10:11 PM, 14 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Airtel 5G Plan Cheper: એરટેલે તેના સૌથી સસ્તા 5G પ્રીપેડ પ્લાનની કિંમત ઘટાડી છે, માત્ર કિંમત જ નહીં પરંતુ ડેટા પણ વધારવામાં આવ્યો છે. કિંમતમાં ઘટાડાથી કંપનીના કરોડો પ્રીપેડ યુઝર્સને ફાયદો થયો છે.

ADVERTISEMENT

એરટેલે તેના સૌથી સસ્તા 5G પ્લાનની કિંમત ઘટાડી છે, જેનાથી કરોડો પ્રીપેડ યુઝર્સને રાહત મળી છે. પહેલા કંપનીનો અનલિમિટેડ 5G ડેટા પ્લાન 379 રૂપિયાના રિચાર્જ પર ઉપલબ્ધ હતો, પરંતુ હવે કંપની 349 રૂપિયાના પ્લાન સાથે 5G લાભ પણ આપી રહી છે. એટલે કે એરટેલના સૌથી સસ્તા 5G પ્લાનની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

Airtel 349 Plan Details

349 રૂપિયાના એરટેલ રિચાર્જ પ્લાનમાં દરરોજ 2 જીબી હાઈ સ્પીડ ડેટા, અનલિમિટેડ 5G કોલિંગ અને 100 SMS મળે છે. 349 રૂપિયાનો પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે મળશે, અગાઉ 349 રૂપિયાના પ્લાનમાં કંપની પ્રીપેડ યુઝર્સને દરરોજ 1.5 જીબી હાઈ સ્પીડ ડેટા ઓફર કરતી હતી.

Airtel (3)

એટલે કે થયો કે માત્ર કિંમત જ ઓછી નથી થઈ પણ ડેટા પણ વધ્યો છે. વધારાના ફાયદાઓની વાત કરીએ તો, 349 રૂપિયાના પ્લાન સાથે, કંપની દર મહિને એકવાર મફત હેલોટ્યુન, એરટેલ એક્સ્ટ્રીમ એપનું ફ્રી કન્ટેન્ટ અને સ્પામ ચેતવણી આપી રહી છે.

app promo4

Vi અને Jioનો સૌથી સસ્તો 5G પ્લાન

વોડાફોન આઈડિયાનો સૌથી સસ્તો 5G પ્લાન 379 રૂપિયામાં ઉપલબ્ધ છે, આ પ્લાનમાં દરરોજ 2 જીબી હાઇ સ્પીડ ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ પણ મળે છે. આ પ્લાન સાથે કેટલાક વધારાના ફાયદા પણ આપવામાં આવે છે જેમ કે આ પ્લાન રાત્રે 12 થી બપોરે 12 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા અને સપ્તાહના અંતે ડેટા રોલઓવરનો લાભ આપે છે.

આ પણ વાંચો: એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના મામલે હવે અમેરિકી એજન્સીનો આવ્યો અહેવાલ, ફ્યુલ સ્વિચ અંગે કર્યો ઘટસ્ફોટ

બીજી બાજુ, જો આપણે રિલાયન્સ જિયો વિશે વાત કરીએ, તો કંપનીનો સૌથી સસ્તો પ્લાન 28 દિવસની વેલિડિટી સાથેનો છે, જે 349 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ પ્લાનમાં દરરોજ 2 જીબી હાઇ સ્પીડ ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો લાભ મળે છે. 28 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં, જિયો હોટસ્ટાર, મફત 50 જીબી એઆઈ ક્લાઉડ સ્ટોરેજ અને 90 દિવસ માટે જિયો ટીવીનો લાભ આપી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Airtel Tech News 5G Plan

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ