ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક મસાલા / લિરિક્સ યાદ ના આવે તો પણ વાંધો નહીં, YouTubeનું નવું ફીચર માત્ર ગુનગુનાવા પર પણ શોધી આપશે તે સોંગ

ટેક્નોલોજી / લિરિક્સ યાદ ના આવે તો પણ વાંધો નહીં, YouTubeનું નવું ફીચર માત્ર ગુનગુનાવા પર પણ શોધી આપશે તે સોંગ

Last Updated: 07:02 PM, 7 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

YouTube પર એક જોરદાર ફીચર લોંચ કરવામાં આવ્યું છે. જો તમને કોઈ સોંગ યાદ ન આવતું હોય તો આ ફીચર તમને મદદ કરશે.

ADVERTISEMENT

તમારે અમુક વખત તો એવું બન્યું હશે કે તમારા મનમાં કોઈ સોંગની ધૂન વાગી રહી હોય પણ ઘણી કોશિશ કરવા છતાં તમને તે સોંગના શબ્દો યાદ નથી આવતા. સોંગ ગુનગુનાવું ફાવે છે મતલબ કે તેનું મ્યુઝિક યાદ છે પણ સોંગ યાદ નથી આવતું. હવે આ વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે YouTube જણાવશે કે તે સોંગ કયું છે. યુટ્યુબે એક નવુ ફીચર રજૂ કર્યું છે, જેની મદદથી હવે તમે તમારા મનપસંદ ગીતને ફક્ત ગુનગુનાવીને અથવા સીટી વગાડીને શોધી શકો છો. હવે Shazam કે અન્ય કોઈ એપની જરૂર નથી, ફક્ત સીધા યુટ્યુબ પર જાઓ અને ગીત ઓળખો અને સાંભળો.

આ ફીચર બિલકુલ ગુગલના હમ ટુ સર્ચ ફીચરની જેમ જ કામ કરે છે. તમારે જે તે સોંગ ગુનગુનાવાનું રહેશે અને તે કહી દેશે કે તે કયું સોંગ છે.

  • કેવી રીતે કરવો ઉપયોગ?
  1. YouTube એપ્લિકેશન ખોલો
  2. ઉપર જમણી બાજુએ સર્ચ આયકન પર ટેપ કરો
  3. પછી સર્ચ બાર પાસે એક માઈક આઈકોન દેખાશે, તેના પર ટેપ કરો.
  4. બાદમાં તમે ગીત ગાઈ શકો છો, ગુનગુનાવી શકો છો અથવા સીટી વગાડી શકો છો.
  5. YouTube તમારા અવાજને ઓળખશે અને તમને ગીતોની યાદી બતાવશે
  6. તમને તમારુ સોંગ મળે તો તેના પર ક્લિક કરો અને સાંભળવાનું શરૂ કરો. જો તમને તે ન મળે તો તમે ફરીથી પ્રયાસ કરી શકો છો.
  7. એક નાની વાત ધ્યાનમાં રાખો કે, આ ફીચર માટે તમારે YouTubeને માઇક્રોફોનની પરવાનગી આપવી પડશે. જો તમે ઇચ્છો તો તમે ફક્ત એપ્લિકેશનનો ઉપયોગ કરતી વખતે પરવાનગી આપી શકો છો અને પછીથી તેને બંધ કરી શકો છો.
  • આ ફીચર અત્યારે દરેકને નહીં મળે.

હાલમાં આ ફીચર ફક્ત પસંદગીના Android યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે, ખાસ કરીને જેઓ YouTube ના બીટા વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છે. મતલબ કે iPhone યુઝર્સ અથવા અન્ય Android યુઝર્સે થોડી રાહ જોવી પડી શકે છે.

વધુ વાંચો : આખો દિવસ ચાલશે તમારા મોબાઈલની બેટરી! સ્માર્ટફોનમાં બદલો આ 5 સેટિંગ

પરંતુ જ્યારે આ ફીચર દરેક માટે ઉપલબ્ધ થશે, ત્યારે સોંગને ઓળખવાની રીત બદલાઈ જશે. હવે શબ્દો યાદ રાખવાની ઝંઝટ નહીં, અલગ એપ ખોલવાની જરૂર નહીં. બસ તેને ગુનગુનાવો અને યુટ્યુબને પૂછો આ કયું સોઁગ છે?'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Song Lyrics YouTube New Features
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ