ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / IPL 2026 પછી તરત ટીમ ઈન્ડિયાનું બદલાશે વેન્યૂ, સૂર્યા બ્રિગેડ ઈંગ્લેન્ડ જતા પહેલા આ દેશનો પ્રવાસ કરશે
Last Updated: 04:48 PM, 20 March 2026
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં ટી20 વર્લ્ડ કપ 2026 જીત્યો હતો. હવે ભારતીય ખેલાડીઓ આગામી બે મહિના માટે આઇપીએલ 2026માં વ્યસ્ત રહેશે, ત્યારબાદ મેન ઇન બ્લુ તેમનો આગામી પડાવ શરૂ થશે. ટીમ જૂનમાં પહેલા ઘરઆંગણે અફઘાનિસ્તાનનો સામનો કરશે. આ મેચમાં એક ટેસ્ટ અને ત્રણ વન ડેનો સમાવેશ થશે. આ પછી તેઓ જુલાઈમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા વચ્ચે સમય મળે ઉપયોગ નવા દેશની મુલાકાત લેવા માટે કરી શકે છે. આ દેશ આયર્લેન્ડ છે, જ્યાં તેઓ બે મેચ રમવા જઇ શકે છે. આ અપડેટ 20 માર્ચે આવ્યું હતું.
ADVERTISEMENT
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને 15 માર્ચે દિલ્હીમાં બીસીસીઆઇ નમન એવોર્ડ્સ દરમિયાન ડબલિનમાં આ ટૂંકા પ્રવાસ વિશે માહિતી આપવામાં આવી હતી. હવે શ્રેણી નક્કી થવાની શક્યતા છે. ક્રિકબઝના અહેવાલ મુજબ આયર્લેન્ડ પ્રવાસ પરની આ બે મેચ જૂનના ચોથા અઠવાડિયામાં યોજાઈ શકે છે.
આમ જોઇએ તો બીસીસીઆઇએ અફઘાનિસ્તાન સામેની ઘરઆંગણેની શ્રેણી અને ઇંગ્લેન્ડના પ્રવાસ વચ્ચે આ "ટૂંકા સ્ટોપઓવર" નું આયોજન કર્યું છે. વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી ટીમ ઇન્ડિયાનું આ પહેલું આંતરરાષ્ટ્રીય કાર્ય હશે. જ્યારે મેચોના ફોર્મેટની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, એવું માનવામાં આવે છે કે આ મેચો ટી20 ફોર્મેટમાં રમાશે. આ પ્રવાસ અંગે આજે સાંજે સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ વૈભવ સૂર્યવંશી નહીં, આ ખેલાડી બનશે IPL માં ગેમચેન્જર, આકાશ ચોપરાનો દાવો
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયા જુલાઈમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે
બીસીસીઆઇના પૂર્વનિર્ધારિત સમયપત્રક મુજબ ટીમ ઇન્ડિયા 20 જૂન સુધી ઘરઆંગણે અફઘાનિસ્તાન સામે શ્રેણી રમશે, જેમાં એક ટેસ્ટ અને ત્રણ વન ડે હશે. આ પછી તેઓ ઇંગ્લેન્ડ જશે, જ્યાં 1 જુલાઈએ ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં પાંચ ટી20 અને ત્રણ વન ડેની શ્રેણી શરૂ થશે. ટીમ ઇન્ડિયા આ પ્રવાસ માટે 3-4 દિવસ પહેલા ઇંગ્લેન્ડ જવા રવાના થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ