ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / વૈભવ સૂર્યવંશી નહીં, આ ખેલાડી બનશે IPL માં ગેમચેન્જર, આકાશ ચોપરાનો દાવો

સ્પોર્ટ્સ / વૈભવ સૂર્યવંશી નહીં, આ ખેલાડી બનશે IPL માં ગેમચેન્જર, આકાશ ચોપરાનો દાવો

Published By: Jinal Chauhan

Last Updated: 03:38 PM, 20 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આકાશ ચોપરા માને છે કે અભિષેક શર્મા, તિલક વર્મા અને ધ્રુવ જુરેલ જેવા ખેલાડીઓ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે. તેથી, તેમને IPL જેવા પ્લેટફોર્મ પર સારું પ્રદર્શન કરવાની જરૂર પડશે. આકાશ ચોપરા ઇચ્છે છે કે આ ખેલાડીઓ સતત રન બનાવે અને મેચ જીતાડે.

ADVERTISEMENT

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 28 માર્ચથી શરૂ થઈ રહી છે. આગામી IPL સીઝનમાં મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા જેવા સિનિયર ખેલાડીઓ પોતાની તાકાતનું પ્રદર્શન કરશે ત્યારે બધાની નજર વૈભવ સૂર્યવંશી પર પણ રહેશે જે 27 માર્ચે 15 વર્ષનો થશે. ગયા સીઝનમાં વૈભવે ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં સદી ફટકારીને ખળભળાટ મચાવ્યો હતો.

જો વૈભવ સૂર્યવંશી તેની બેટિંગમાં જોર દેખાડશે તો તે આગામી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) માટે ઘણા રન બનાવી શકે છે. એ જોવું રસપ્રદ રહેશે કે આ સિઝન વૈભવ માટે બ્રેકઆઉટ છે કે નહીં એટલે કે એવી સિઝન જેમાં તે 500+ રન બનાવે છે અને સતત મેચ જીતે છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરા માને છે કે આ સીઝન સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ના સ્ટાર ઓપનર અભિષેક શર્મા માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે જે આ વખતે લીગમાં મોટી ધમાલ મચાવી શકે છે. અભિષેક લાંબા સમયથી IPLમાં રમી રહ્યો છે પરંતુ તેણે હજુ સુધી એવી જોરદાર બ્રેકઆઉટ સીઝન આપી નથી.

2024 સીઝનમાં અભિષેકનું જોરદાર પરફોર્મન્સ

અભિષેક શર્માએ IPL 2024 માં પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે તે સિઝનમાં 484 રન બનાવ્યા હતા, જે સનરાઇઝર્સ હૈદરાબાદને ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, તે પછીની સિઝનમાં પોતાનું ફોર્મ જાળવી રાખવામાં નિષ્ફળ ગયો હતો જેના કારણે તેના પરફોર્મન્સ પર સવાલ ઉભા થયા હતા.

IPLમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને રુતુરાજ ગાયકવાડ જેવા ખેલાડીઓ સતત ઓરેન્જ કેપની રેસમાં છે. અભિષેક શર્મા પાસે અપાર પ્રતિભા હોવા છતા તેમણે હજુ સુધી એવું જોરદાર પરફોર્મ કર્યું નથી તેને આ લિસ્ટમાં કાયમી સ્થાન અપાવે.

vtv app promotion

આ પણ વાંચોઃ IPL 2026 પહેલા પંજાબ કિંગ્સને મોટો ઝટકો, સ્ટાર બોલર શરૂઆતની મેચોમાંથી બહાર!

આકાશ ચોપરાએ સ્પષ્ટ કહ્યું કે, હવે અભિષેક શર્મા પાસે કોઈ બહાનું નથી. આકાશે કહ્યું કે, અત્યાર સુધી તેનો કોઈ 'રિયલ બ્રેકઆઉટ' સિઝન નથી આવી જેની આપણે આશા રાખતા હોઈએ પણ આ એ સિઝન હોઈ શકે છે. તેમણે એવું પણ કહ્યું કે અભિષક અને તિલક વર્મા જેવા ખેલાડી હવે ઈન્ટરનેશલ ક્રિકેટ રમી ચુક્યા છે એવામાં તેની પાસે વધારે આશા રાખવી જોઈએ. અભિષેક શર્મા, તિલક વર્મા જેવા ખેલાડી હવે કેપ્ડ ઈન્ડિયન છે. જો ધ્રુવ જુરેલ જેવા નામ પણ આ લિસ્ટમાં છે તો તમે તેમની પાસે વધારે સારા પરફોર્મન્સની આશા રાખી શકો છો. હું ઈછ્છુ છું કે તે વધારે રન બનાવે અને સારા સ્ટ્રાઈક રેટ સાથે રમે. હવે આ ખેલાડી વર્લ્ડ ચેમ્પિયન પણ છે તો તેમની પાસે આશા પણ અલગ લેવલની હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 Aakash Chopra Abhishek Sharma

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ