ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: અમદાવાદમાં ભારત-સાઉથ આફ્રિકાની ટીમનું આગમન, કાલે રમાશે સીરિઝની છેલ્લી T20

સ્પોર્ટસ / VIDEO: અમદાવાદમાં ભારત-સાઉથ આફ્રિકાની ટીમનું આગમન, કાલે રમાશે સીરિઝની છેલ્લી T20

Published By: Mit Soni

Last Updated: 04:36 PM, 23 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

5th T20I in Ahmedabad: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T-20 સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ આવતીકાલે(19 ડિસેમ્બર) રમાશે. જને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. ત્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ આજે ખાસ વિમાન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા અને ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

India Vs South Africa 5th T20I in Ahmedabad: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T-20 સીરિઝની છેલ્લી મેચ કાલે(19 ડિસેમ્બર) રમાશે. ત્યારે ટીમ ઈન્ડિયા આજે ગુરુવારે અમદાવાદની મહેમાન બની છે. ટીમ ઈન્ડિયા એરપોર્ટ પર સાંજે આવી પહોંચી છે. 5 મેચની આ સીરિઝમાં અત્યારે ભારત 2-1 થી આગળ છે, ત્યારે આવતીકાલની મેચ સીરિઝના વિજેતાનો ફેંસલો કરશે.

IND

ગુજસેલ ખાતે ટીમનું ઉષ્માભર્યું સ્વાગત

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ આજે સ્પેશિયલ વિમાન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા અને ત્યાંથી ગુજસેલ ટર્મિનલ ખાતે પહોંચ્યા હતા. પોતાના ફેવરેટ ક્રિકેટ સ્ટાર્સને જોવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ એરપોર્ટ પર ઉમટી પડ્યા હતા. લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ખેલાડીઓને હોટલ સુધી લઈ જવામાં આવ્યા હતા.

5 મેચોની આ રોમાંચક સીરિઝમાં અત્યાર સુધી ભારત 2-1થી સીરિઝમાં આગળ છે .ચોથી મેચ ખરાબ હવામાનને કારણે રદ્દ કરવી પડી હતી. જો આવતીકાલે ભારત જીતે છે તો સીરિઝ 3-1થી પોતાના નામે કરશે, જ્યારે સાઉથ આફ્રિકા જીતશે તો સીરિઝ 2-2થી ડ્રો થશે.

વધુ વાંચો: કાલે અમદાવાદમાં T20 મેચને કારણે આટલા રસ્તાઓ બંધ, જાણો કયા રસ્તેથી જઈ શકાશે

પોલીસનો જડબેસલાખ બંદોબસ્ત

આ હાઈ-પ્રોફાઈલ મેચને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેડિયમની અંદર અને બહાર હજારો પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. VVIP મહેમાનો અને ખેલાડીઓની સુરક્ષા માટે એરપોર્ટથી લઈને હોટલ અને સ્ટેડિયમ સુધી ખાસ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad India Vs SouthAfrica Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ