બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વેસ્ટ ઈન્ડીઝ સિરીઝ પછી WTC પોઈન્ટ ટેબલમાં ફેરફાર, ટેસ્ટ રેન્કિંગમાં ભારતની મોટી છલાંગ

સ્પોર્ટસ / વેસ્ટ ઈન્ડીઝ સિરીઝ પછી WTC પોઈન્ટ ટેબલમાં ફેરફાર, ટેસ્ટ રેન્કિંગમાં ભારતની મોટી છલાંગ

Published By: Vishal Dave

Last Updated: 05:58 PM, 14 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ પ્રભાવશાળી જીત સાથે, ભારતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેચ જીતવા મામલે બીજા નંબરનું સ્થાન હાંસલ કર્યુ છે. ભારતે ઇંગ્લેંડને પાછળ છોડી બીજો ક્રમ મેળવી લીધો છે.

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી 2-0 થી જીતી લીધી છે. બીજી ટેસ્ટ મેચમાં ભારતે 7 વિકેટથી જીત મેળવી છે. . આ જીત ભારત માટે ઘણી રીતે ખાસ છે.. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ તેની પહેલી ટેસ્ટ શ્રેણી જીતી છે.. ઓક્ટોબર 2024 પછી ટીમે તેની પહેલી ઘરઆંગણાની ટેસ્ટ શ્રેણી જીતી છે. . આ સાથે, ટીમ ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ઇતિહાસ બદલી નાખ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમે દિલ્હીમાં રમાયેલી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને એક નવો રેકોર્ડ બનાવ્યો. આ પ્રભાવશાળી જીત સાથે, ભારતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેચ જીતવા મામલે બીજા નંબરનું સ્થાન હાંસલ કર્યુ છે. ભારતે ઇંગ્લેંડને પાછળ છોડી બીજો ક્રમ મેળવી લીધો છે. દિલ્હી ટેસ્ટમાં વિજય બાદ, ભારતની જીતની સંખ્યા 922 પર પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડ, જે હવે ત્રીજા સ્થાને છે, તેણે 921 મેચ જીતી છે. દરમિયાન, ઓસ્ટ્રેલિયા આ યાદીમાં ટોચ પર છે, જેણે 1,158 મેચ જીતી છે.

આ યાદીમાં પાકિસ્તાન ચોથા ક્રમે છે, જેણે ૮૩૧ આંતરરાષ્ટ્રીય મેચ જીતી છે. દક્ષિણ આફ્રિકા ૭૧૯ જીત સાથે પાંચમા ક્રમે છે. વેસ્ટ ઇન્ડીઝ ૭૧૦ મેચ જીતીને છઠ્ઠા ક્રમે છે. શ્રીલંકા ૬૩૭ જીત સાથે સાતમા ક્રમે છે. દરમિયાન, ૬૩૪ મેચ જીતીને ન્યુઝીલેન્ડ આઠમા ક્રમે છે.

આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝનો કર્યો વ્હાઈટવોશ, સીરિઝ 2-0થી જીતી લીધી, યશસ્વી-કુલદીપ જીતના હીરો

ભારતે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ 1932માં રમી હતી, જે એક ટેસ્ટ મેચ હતી. ટીમ ઈન્ડિયાએ 93 વર્ષમાં 596 મેચ રમી છે, જેમાંથી 185 જીતી છે, અને 186 મેચ હારી છે. આના ઉપરાંત ભારતે અત્યાર સુધીમાં 1,066 મેચ રમી છે, જેમાંથી 567 જીતી છે અને 445 હાર્યું છે. T20 ફોર્મેટમાં, ભારતે 254 મેચ રમી છે અને 170 જીતી છે, અને માત્ર 71માં હાર મેળવી છે.

Parul University

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

International Cricket Record Team India

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ