બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝનો કર્યો વ્હાઈટવોશ, સીરિઝ 2-0થી જીતી લીધી, યશસ્વી-કુલદીપ જીતના હીરો
Last Updated: 10:51 AM, 14 October 2025
IND vs WI 2nd Test Day 5 : અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે શાનદાર વિજય હાંસલ કર્યો. પાંચમા દિવસના પ્રથમ સત્રમાં ભારતે 121 રનની સાદી લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી મેચ સાત વિકેટથી જીતી. આ સાથે ભારતે બે મેચોની ટેસ્ટ શ્રેણી 2-0થી પોતાના નામે કરી લીધી.
ADVERTISEMENT
કુલદીપ-યશસ્વી બન્યા જીતના હીરો
આ વિજયના હીરો બન્યા કુલદીપ યાદવ અનેયશસ્વી જયસ્વાલ. કુલદીપે મેચમાં કુલ 8 વિકેટ લઇને વેસ્ટ ઇન્ડીઝના બેટિંગ લાઇનઅપને ધ્વસ્ત કર્યો જ્યારે યશસ્વી જયસ્વાલે ભારતના પ્રથમ દાવમાં શાનદાર 175 રનની ઇનિંગ રમી.
ADVERTISEMENT
𝐆𝐀𝐌𝐄. 𝐒𝐄𝐓. 𝐃𝐎𝐍𝐄 ✅
— BCCI (@BCCI) October 14, 2025
A comfortable 7️⃣-wicket victory for #TeamIndia in Delhi ✌️
With that they take the series 2️⃣-0️⃣ 🏆
Shubman Gill registers his first series win as Captain 👏
Scorecard ▶ https://t.co/GYLslRyLf8#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/IwQFHmSQ5O
શ્રેણી વિજયે શુભમન ગિલનું નવું યુગ શરુ કરાવ્યું
ADVERTISEMENT
આ શ્રેણી વિજય ખાસ કરીને એટલે પણ યાદગાર રહ્યો કે, શુભમન ગિલે કેપ્ટન તરીકે પોતાની પહેલી ટેસ્ટ શ્રેણી જીતી. તેમના નેતૃત્વમાં ભારતીય ટીમે આત્મવિશ્વાસભર્યું પ્રદર્શન કરી ટક્કર આપી.
2ND Test. India Won by 7 Wicket(s) https://t.co/gYKWcx9PdN #INDvWI #2ndTEST #TeamIndia @IDFCFIRSTBank
— BCCI (@BCCI) October 14, 2025
ADVERTISEMENT
જન્મદિવસે ગંભીર માટે ખાસ ભેટ
મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીર માટે પણ આ જીત ખાસ રહી. 14 ઓક્ટોબરના રોજ પોતાના 43મા જન્મદિવસે ભારતે મેચ જીતી તેમને યાદગાર ભેટ આપી.
ADVERTISEMENT
A victory to savour! 👌
— BCCI (@BCCI) October 14, 2025
KL Rahul provides the finishing touches as #TeamIndia seal the win in Delhi and take the series 2⃣-0⃣ 👏
Scorecard ▶ https://t.co/GYLslRyLf8#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/X4iDpGKbTd
મેચની હાઇલાઇટ્સ
ADVERTISEMENT
ફોલોઓન બાદ પણ વિન્ડીઝનો સંઘર્ષ
ભારતે પ્રથમ દાવમાં 270 રનની મોટી લીડ મેળવી પછી વેસ્ટ ઇન્ડીઝને ફોલોઓન લાગુ કર્યો. બીજી ઇનિંગમાં વિન્ડીઝે નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું, ખાસ કરીને કેમ્પબેલ અને શાઈ હોપે સદી ફટકારી. તેમ છતાં, ભારતીય બોલર્સ ફરી હાવી રહ્યા અને ટીમને નાનું લક્ષ્યાંક આપ્યું.

જીત માટે સહેલાઇભર્યો પીછો
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી, કારણ કે યશસ્વી જયસ્વાલ માત્ર 8 રન બનાવીને આઉટ થયો. જોકે, કેએલ રાહુલ અને સાઈ સુદર્શન વચ્ચે 79 રનની મજબૂત ભાગીદારીના કારણે ભારતે ટૂંક સમયમાં લક્ષ્યાંક હાંસલ કર્યો. આ વિજય સાથે ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે સતત 10મી ટેસ્ટ શ્રેણી જીતી છે. વેસ્ટ ઇન્ડીઝે છેલ્લે 2002માં ભારત સામે શ્રેણી જીતી હતી. ત્યારબાદથી ભારત વિન્ડીઝ સામે એકપણ ટેસ્ટ શ્રેણી હારી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.