ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન! આ ખેલાડીઓને સ્થાન, પૂર્વ ક્રિકેટરે જાહેર કરી ટીમ

સ્પોર્ટ્સ / એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન! આ ખેલાડીઓને સ્થાન, પૂર્વ ક્રિકેટરે જાહેર કરી ટીમ

Last Updated: 12:35 PM, 7 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપમાં ભારતની પહેલી મેચ 10 તારીખ રમાશે. જેમાં પ્લેઇંગ 11 કેવી હશે?કોને પડતા મુકાશે?તેને લઇ ટીમ મેનેજમેન્ટ માટે માથાનો સાબિત થશે, એવામાં ઈરફાન પઠાણે પોતાની પ્લેઇંગ 11 પસંદ કરી છે.

ADVERTISEMENT

આગામી 9 સપ્ટેમ્બરથી યુએઈમાં એશિયા કપ 2025 ટુર્નામેન્ટ શરુ થવા જી રહી છે. આ મેચમાં પ્લેઇંગ 11 ની પસંદગી કરવી એ ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે ચેલેન્જિંગ સાબિત થશે. કેમ કે, શુભમન ગિલની વાપસીથી બેટિંગ ઓર્ડરમાં દુવિધા પેદા થશે. એવામાં અનેક વાર મેનેજમેન્ટની આલોચના કરતા ભારતના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે તેની સૌથી મજબૂત પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે.

ઇરફાન પઠાણે તેની ડ્રીમ પ્લેઇંગ ઇલેવનમાં સંજુ સેમસનને ટોપ ઓર્ડરમાં સ્થાન નથી આપ્યું. સંજુ સેમસન શાનદાર ફોર્મમાં છે, તે ઇન્ટરનેશનલ ક્રિકેટથી લઈને ડોમેસ્ટિક લીગ ક્રિકેટ સુધી દરેક જગ્યાએ શાનદાર પરફોર્મ કરી રહ્યો છે. શુભમન ગિલની ટીમમાં પસંદગી થયા બાદ સંજુને પડતો મૂકવા અથવા તેને નીચલા ક્રમમાં રમવાની ચર્ચા થઈ રહી છે. પઠાણે તેની ડ્રીમ ટીમમાં ઓપનિંગ માટે અભિષેક શર્મા અને શુભમન ગિલની પસંદગી કરી છે. તો તિલક વર્માને નંબર 3 પર સ્થાન આપ્યું છે.

આ ટીમમાં  સેમસનને પણ ત્રીજા નંબરે રાખી શકાયો હોત, પરંતુ પઠાણે તેમ ન કર્યું. જ્યારે છેલ્લી કેટલીક સિરીઝમાં સેમસન તિલક વર્મા કરતા વધુ રન અને સદી ફટકારી ચૂક્યો છે. મિડલ ઓર્ડરમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવને ચોથા નંબર પર મૂકવામાં આવ્યો છે.  આ સિવાય હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ જેવા અનુભવી ઓલરાઉન્ડરોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.

પઠાણે પાંચમા નંબર પર વિકેટકીપર તરીકે સેમસનને પસંદ કર્યો છે. પઠાણે સ્પિનર તરીકે કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીને પસંદ કર્યો છે. પઠાણ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહને ટીમની સ્ટ્રેન્થ માને છે. 

વધુ વાંચો : એશિયા કપ 2025 પહેલા કેપ્ટન સુર્યકુમાર યાદવે કહ્યું - હું આ ખેલાડીઓને...

  • એશિયા કપ માટે ઇરફાન પઠાણની પ્લેઇંગ 11

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Playing Eleven Irfan Pathan Esia Cup 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ