બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / team india against new zealand in an icc event for the last 20 years stats records

World Cup 2023 / ICC ટૂર્નામેન્ટ્સમાં આ ટીમ ભારત માટે બની શકે છે સંકટ, 20 વર્ષથી એક પણ વાર ઇન્ડિયાએ નથી આપ્યો પરાજય

Manisha Jogi

Last Updated: 04:41 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 20 વર્ષમાં ભારતીય ક્રિકેટ ટીમ ICC ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડને એક પણ વાર હરાવી શક્યું નથી. ભારતીય ક્રિકેટ ટીમે ત્રણેય ફોર્મેટમાં ન્યુઝીલેન્ડ સામે મ્હાત ખાવી પડી છે.

  • ન્યુઝીલેન્ડને હરાવવું તે ભારત માટે પડકારજનક રહ્યું છે
  • ICC ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડને એક પણ વાર હરાવી શક્યું નથી
  • ત્રણેય ફોર્મેટમાં ન્યુઝીલેન્ડ સામે મ્હાત ખાવી પડી છે

ICC ટુર્નામેન્ટમાં છેલ્લા બે દાયકાથી ન્યુઝીલેન્ડને હરાવવું તે ભારત માટે પડકારજનક રહ્યું છે. છેલ્લા 20  વર્ષમાં ભારતીય ક્રિકેટ ટીમ ICC ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડને એક પણ વાર હરાવી શક્યું નથી. ભારતીય ક્રિકેટ ટીમે ત્રણેય ફોર્મેટમાં ન્યુઝીલેન્ડ સામે મ્હાત ખાવી પડી છે. વર્લ્ડ કપ 2003માં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં ભારતે 7 વિકેટથી વર્લ્ડકપ જીત્યો હતો. ICC ટુર્નામેન્ટમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 વાર મેચ રમાઈ છે, પરંતુ દરેક મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. 

T20 વર્લ્ડકપ 2007- T20 વર્લ્ડકપના સુપર-8માં પહેલી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે પહેલા બેટીંગ કરીને 190 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર 180 રન ફટકારી શકી હતી. 

T20 વર્લ્ડકપ 2016- ભારતે પોતાના જ ઘરમાં ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમે પહેલા બેટીંગ કરીને 126 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર 79 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. 

વર્લ્ડકપ 2019 સેમિફાઈનલ- છેલ્લે વર્લ્ડકપમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમેફાઈનલ મેચ રમાઈ હતી. ન્યુઝીલેન્ડે પહેલા બેટીંગ કરીને 239 રન ફટકાર્યાહતા, જેના જવાબમાં ભારતીય ટીમ 221 રન ફટકાર્યા હતા. 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2021- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં 217 રન ફટકાર્યા હતા. ત્યારપછી ન્યુઝીલેન્ડે પહેલી ઈનિંગમાં 249 રન ફટકાર્યા હતા. બીજી ઈનિંગમાં ભારતીય ટીમ 170 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડની ટીમે સરળતાથી લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. 

T20 વર્લ્ડકપ 2020- ભારત આ મેચમાં માત્ર 110 રન કરી શકી હતી. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમે 14.3 ઓવરમાં 111 રન ફટકાર્યા હતા. આ મેચમાં હાર મળતા ભારતીય વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ