બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:05 AM, 14 February 2024
ADVERTISEMENT
ઇંગ્લેન્ડ, ભારત સામે ટેસ્ટ શ્રેણી જીતવા માટે ટીમમાં ફેરફાર કરી શકે છે. રાજકોટ ખાતે આયોજિત ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેન્ડ તરફથી માર્ક વૂડ રમે તેવી સંભાવનાઓ છે. હવે વાત એમ છે કે માર્ક વૂડ કોની જગ્યાએ રમશે. હાલ એવી સંભાવના છે કે વિઝાને લઈને વિવાદમાં ફસાયેલ શોએબ બશીરને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.
ત્રીજા ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ 2 ઝડપી બોલરોને મેદાનમાં ઉતારશે
15 ફેબ્રુઆરીનાં રોજ રાજકોટ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમવામાં આવશે. પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ જીત્યું હતું, ત્યારબાદ બીજી ટેસ્ટ મેચ ભારત જીત્યું છે. આ રીતે બંને ટીમોએ એક-એક મેચ જીતી છે. જે રીતે ઇંગ્લેન્ડ રાજકોટના મેદાનમાં પ્રેક્ટિસ કરી રહ્યું છે, તે પરથી અંદાજ લગાવી શકાય છે કે ત્રીજા ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ 2 ઝડપી બોલરોને મેદાનમાં ઉતારશે.
ADVERTISEMENT
બીજી ટેસ્ટ મેચ શોએબ બશીરની ડેબ્યૂ મેચ હતી
ટેસ્ટ શ્રેણીનાં બંને મેચોમાં ઇંગ્લેન્ડ તરફથી એક-એક બોલર ઉતર્યા હતા. માર્ક વૂડ પ્રથમ ટેસ્ટ મેચમાં અને બીજા ટેસ્ટ મેચમાં જેમ્સ એન્ડરસન બોલિંગ માટે ઉતર્યા હતા. ફરી આ વખતે રાજકોટ ખાતે આયોજિત મેચમાં માર્ક વૂડ બોલિંગ કરતાં જોવા મળી શકે છે. જો આવું થશે તો શોએબ બશીરે ટીમમાંથી બહાર થવું પડશે. શોએબ બશીર ઓફ સ્પિનર છે. ઈંગ્લેન્ડ ટીમનાં ખેલાડી રુટ પણ ઓફ સ્પિનર છે. બીજી ટેસ્ટ મેચ શોએબ બશીરની ડેબ્યૂ મેચ હતી.
વાંચવા જેવું: દેશના સૌથી વૃદ્ધ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડનું 95 વર્ષની વયે નિધન, વડોદરામાં લીધા અંતિમ શ્વાસ
ADVERTISEMENT
બેન સ્ટોક્સ
બેન સ્ટોક્સ ટીમ ઇંગ્લેન્ડનાં કેપ્ટન છે. રાજકોટ ખાતે આયોજિત ટેસ્ટ મેચ તેના કરિયરની 100 મી ટેસ્ટ મેચ હશે. બેન સ્ટોક્સ કેપ્ટન બન્યા બાદ ઇંગ્લેન્ડ ટીમની રમતમાં ઘણું પરિવર્તન જોવા મળ્યું છે. જાણો, ઇંગ્લેન્ડનાં ખેલાડીઓનાં નામ જો રૂટ, ઝેક ક્રોલી, બેન ફોક્સ, રેહાન અહેમદ, બેન ડકેટ, ઓલી પોપ, ટોમ હાર્ટલી, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ [કેપ્ટન], માર્ક વૂડ, જેમ્સ એન્ડરસન.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.