ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Teacher release of Love Sex Aur Dhokha 2, depicting the complexities of relationships based on three stories

મનોરંજન / એકાંતમાં જોજો: અશ્લીલ સીનથી ભરપૂર 'લવ સેકસ ઓર ધોખા 2'નું ટીઝર રીલીઝ

Published By: Vishal Dave

Last Updated: 04:56 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લવ સેક્સ ઔર ધોખા 2 નું પોસ્ટર લૉન્ચ થયા બાદ હવે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આમાં વર્તમાન યુગની 3 વાર્તાઓ છે

ADVERTISEMENT

2010માં જ્યારે 'લવ સેક્સ ઔર ધોખા' રીલિઝ થઈ ત્યારે તે એવી સનસનાટી મચી ગઈ કે આજે તેને એક 'કલ્ટ' તરીકે ઓળખવામાં આવે છે. આ ફિલ્મ અલગ-અલગ શહેરોની વાર્તાને દર્શકો સમક્ષ મુકે છે. આ ફિલ્મ છુપાયેલા કેમેરાના યુગમાં સેટ છે. હવે 14 વર્ષ પછી મેકર્સ 'લવ સેક્સ ઔર ધોખા 2' લઈને આવ્યા છે. તેનું ટીઝર 1 એપ્રિલે રિલીઝ કરવામાં આવ્યું છે, જે ઈન્ટરનેટ યુગમાં પ્રેમના અન્ય રસપ્રદ વિષય પર આધારિત છે. આ વીડિયોમાં મૌની રોય, ઉર્ફી જાવેદ અને અનુ મલિકની ઝલક પણ જોઈ શકાય છે.

 

ત્રણ વાર્તાઓને આધારે સંબંધોની જટિલતાઓનું નિરુપણ 
લવ સેક્સ ઔર ધોખા 2 નું પોસ્ટર લૉન્ચ થયા બાદ હવે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આમાં વર્તમાન યુગની પ્રેમકથા બતાવવામાં આવશે, ત્રણ વાર્તાઓને આધારે સંબંધોની જટિલતાઓને દર્શાવાઇ છે, અને આ ફિલ્મ આજના ઇન્ટરનેટના યુગમાં પ્રેમના છુપાયેલા પાસાઓ પર પ્રકાશ ફેંકે છે.

ફિલ્મ 19 એપ્રિલે રિલીઝ થશે
આ ફિલ્મ બાલાજી મોશન પિક્ચર્સ અને દિબાકર બેનર્જી પ્રોડક્શનની કલ્ટ મૂવીઝ સાથે મળીને રજૂ કરવામાં આવી રહી છે. તે એકતા આર કપૂર અને શોભા કપૂર દ્વારા નિર્મિત છે. દિબાકર બેનર્જીનું દિગ્દર્શન છે. આ ફિલ્મ તમે 19મી એપ્રિલે સિનેમાઘરોમાં જોઈ શકશો.

આ પણ વાંચોઃ પગ ઉપર, માથું નીચે... 55 વર્ષની ઉંમરે બોલિવુડ એક્ટ્રેસની આટલી ફિટનેસ જોઇ ફેન્સ આશ્ચર્યમાં, કહ્યું 'Amazing'

ટીઝર પહેલા ડિસ્ક્લેમર આવી ગયું

એકતા આર કપૂર અને દિગ્દર્શક દિબાકર બેનર્જી દર્શકો માટે ડિસ્ક્લેમર લઈને આવ્યા હતા. તેમાં લખ્યું હતું - 'લવ સેક્સ ઔર ધોખા 2'નું શોકિંગ કન્ટેન્ટ રજૂ થવા જઈ રહ્યા છે, જેને દરેકે વ્યક્તિગત જવાબદારીથી  જોવું જોઇએ . હવે ટીઝર જોઈને લાગે છે કે આ ફિલ્મ ચોક્કસપણે પહેલા કરતા વધુ સનસનાટી મચાવનારી બનવાની છે. આ દર્શાવે છે કે 14 વર્ષમાં આપણું જીવન કેટલું બદલાઈ ગયું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 


 

સંકળાયેલા મુદ્દાઓ

Love Sex Aur Dhokha 2 movie release teacher  relationships entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ