ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Fans were surprised to see this fitness of Bollywood actress Bhagyashree at the age of 55

PHOTOS / પગ ઉપર, માથું નીચે... 55 વર્ષની ઉંમરે બોલિવુડ એક્ટ્રેસની આટલી ફિટનેસ જોઇ ફેન્સ આશ્ચર્યમાં, કહ્યું 'Amazing'

Published By: Megha

Last Updated: 10:17 AM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટ્રેસ ભાગ્યશ્રી 55 વર્ષની ઉંમરે પોતાની સુંદરતા અને ફિટનેસને કારણે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે. ભાગ્યશ્રીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની બે તસવીરો શેર કરી છે.

ADVERTISEMENT

વર્ષ 1989માં 'મૈને પ્યાર કિયા' ફિલ્મને કોણ ભૂલી શકે. આ ફિલ્મમાં ભાગ્યશ્રીનો ફ્રેશ, માસૂમ ચહેરો આજે પણ બધાંને યાદ હશે. આ ફિલ્મથી જ ભાગ્યશ્રીએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને તેને જબરદસ્ત લોકપ્રિયતા પણ મળી હતી. આ ફિલ્મમાં તેણે સલમાન ખાનની ઓપોઝિટ કામ કર્યું હતું. એ પછી તેણે તમિલ, તેલુગૂ અને ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું પરંતુ ઓળખ તેને મૈને પ્યાર કિયા ફિલ્મથી મળી હતી. જોકે, હવે ભાગ્યશ્રી લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે અને તેના પરિવારનને સંભાળી રહી છે. બે બાળકોની માતા હોવા છતાં તે તેની ફિટનેસને લઈને હમેશાં લાઈમલાઈટમાં રહે છે. 

એવામાં ફરી એક વખત બોલિવૂડ એક્ટ્રેસ ભાગ્યશ્રી 55 વર્ષની ઉંમરે પોતાની સુંદરતા અને ફિટનેસને કારણે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે. અભિનેત્રી ફિટ રહેવા માટે સખત મહેનત કરે છે અને તેનો પુરાવો તેની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ છે.

ભાગ્યશ્રીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની બે તસવીરો શેર કરી છે. તસવીરોમાં 55 વર્ષની ભાગ્યશ્રી એરિયલ યોગ કરતી જોવા મળી રહી છે. તસવીરોમાં જોઈ શકો છો કે અભિનેત્રીનું માથું જમીન તરફ નીચે છે અને તેના પગ ઉપરની તરફ છે. અભિનેત્રી દોરડાથી લટકીને એરિયલ યોગ કરી રહી છે.

બ્લેક જીમ વેયર અને નો મેકઅપ લુકમાં પણ ભાગ્યશ્રીનો સ્ટનિંગ લુક જોવા જેવો છે. તેના ચાર્મ અને ફિટનેસને જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવી શકાતો નથી. 55 વર્ષની ઉંમરે આ રીતે એરિયલ યોગ કરવા બદલ ભાગ્યશ્રીના વખાણ કરતાં ફેન્સ થાકતા નથી. એક યુઝરે લખ્યું- મેમ, તમારો જવાબ નથી. કેટલાક તેને ફાયર કહી રહ્યા છે તો કેટલાક તેને કીલર કહી રહ્યા છે. 

વધુ વાંચો: મંદિરની બહાર સારા અલી ખાને કર્યું એવું કામ કે લોકોએ કરી વાહવાહી, જુઓ વાયરલ વીડિયો

ભાગ્યશ્રીની વાત કરીએ તો તે આજે પણ ચાહકોના દિલ પર રાજ કરે છે. તેની ગ્લેમરસ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થતી રહે છે.ભાગ્યશ્રીને બે બાળકો પણ છે. એક પુત્ર અને એક પુત્રી, પરંતુ તેની સુંદરતા અને કિલર સ્ટાઈલ જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bhagyashree Bhagyashree PHOTOS Bollywood News Bollywood actress Bhagyashree ભાગ્યશ્રી Bhagyashree

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ