બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / teacher-of-mohali-took-online-classes-from-icu

કર્તવ્યનિષ્ઠા / આ મહિલા શિક્ષિકાની હિંમતને સલામ, કોરોના હોવા છતાં ICUથી લઈ રહી છે ઓનલાઈન ક્લાસ

Nirav

Last Updated: 08:06 PM, 8 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિક્ષક બનવું એ માત્ર રોજગાર નથી, પરંતુ દેશની ભાવિ પેઢીનું ભવિષ્ય ઘડવાની જવાબદારી પણ છે. મોહાલીની એક મહિલા શિક્ષક આ ઉક્તિને ચરિતાર્થ કરી રહી છે.

  • સુમન વિજ નામની મહિલા શિક્ષિકાનું સમર્પણ 
  • આઇસીયુમાં ભરતી હોવા છતાં વિદ્યાર્થીઓને ભણાવી રહી છે 
  • હોસ્પિટલથી લઈ રહી છે ઓનલાઈન ક્લાસ 

મહત્વનું છે કે પરિસ્થિતિને ગણકાર્યા વિના જ શિક્ષક તરીકેની પોતાની જવાબદારી નિભાવવા માટે મોહાલીની એક મહિલા શિક્ષિકા સુમન વિજ એક પ્રશંસનીય કરી રહ્યા છે. ગયા અઠવાડિયે આ મહિલા શિક્ષિકાની તબિયત લથડતાં તેમણે કોરોના ટેસ્ટિંગ કરાવ્યું હતું. સોમવારે કરાવેલા આ રિપોર્ટમાં તેને કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ હતી, જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જો કે તેઓ ત્યાંના ICU વોર્ડથી જ તેના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ લઈ રહી છે.

સુમન છેલ્લા 15 વર્ષથી ભણાવી રહી છે 

મહત્વનું છે કે મોહાલીના ફેઝ 4 માં રહેતા સુમન એક ખાનગી શાળામાં ભણાવે છે, હાલમાં જો કે તેઓ પોતે કોરોના સંક્રમિત છે પરંતુ આવું હોવા છતાં પણ તે બાળકોને ઓનલાઇન ભણાવી રહી છે, અત્રે એ નોંધવું અગત્યનું છે કે સુમન વિજ છેલ્લા 15 વર્ષથી ભણાવી રહ્યા છે.

ICU થી લઈ રહી છે ઓનલાઈન ક્લાસ 

ગયા અઠવાડિયે આ મહિલા શિક્ષિકાની તબિયત લથડતાં તેમણે કોરોના ટેસ્ટિંગ કરાવ્યું હતું. સોમવારે કરાવેલા આ રિપોર્ટમાં તેને કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ હતી, જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને હાલમાં તે ICU વોર્ડથી જ તેના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ લઈ રહી છે. સુમનની ગયા વર્ષે જ ઓપન હાર્ટ સર્જરી કરાઈ હતી. હવે કોરોના પોઝિટિવ આવ્યા પછી, જ્યારે તેની વિગતવાર તપાસ કરવામાં આવી હતી, ત્યારે ફેફસામાં ન્યુમોનિયાની અસર દેખાઈ હતી. તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે.

મોહાલીની એક હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર 

તેની સારવાર મોહાલીની એક ખાનગી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં ચાલી રહી છે. આ મુશ્કેલી હોવા છતાં સુમન નાના બાળકોના શિક્ષણ માટે કોઈ સમાધાન કરવા તૈયાર નહોતી. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાંથી તે સવારે અને સાંજે બાળકોના ઓનલાઈન ક્લાસ લઈ રહી છે.

સુમન તેના કામ પ્રત્યે સભાન છે

સુમન તેના કામને લઈને પૂર્ણપણે સમર્પિત અને સભાન છે. આ જ કારણ છે કે જ્યારે ડોક્ટરોએ તેને હોસ્પિટલમાં દાખલ થવા જણાવ્યું ત્યારે તે પોતાની સાથે પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી હોસ્પિટલમાં લઈ આવી હતી. જો કે, સંક્રમણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડોકટરોએ તેમને કોવિડ આઇસીયુ વોર્ડમાં પુસ્તકો લઈ જવાની મંજૂરી આપી ન હતી.

સુમનને પુસ્તકો વગર ભણાવવામાં પણ ફાવટ છે 

સુમન કહે છે કે તેનાથી બહુ ફરક પડતો નથી. તે કહે છે કે તે છેલ્લા 15 વર્ષથી ભણાવી રહી છે, તેથી તે બાળકોને શું શીખવવું અને કેવી રીતે શીખવવું તે જાણે છે. સુમનની શિક્ષક તરીકેની પ્રતિબદ્ધતા જોઈને માત્ર ડોકટરો જ નહીં અને અન્ય દર્દીઓ પણ તેના પ્રશંસક બની ગયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ