ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 75 ટકા નીચે આવ્યો ટાટાની આ કંપનીનો નફો, દરેક શેર પર ડિવિડન્ડ આપવાનું એલાન

બિઝનેસ / 75 ટકા નીચે આવ્યો ટાટાની આ કંપનીનો નફો, દરેક શેર પર ડિવિડન્ડ આપવાનું એલાન

Published By: Nirav Kumar

Last Updated: 12:49 AM, 23 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાટા કોમ્યુનિકેશન્સના માર્ચ ક્વોર્ટરના રીઝલ્ટ જાહેર થયા છે. જેમાં આ ક્વોર્ટરનો નેટ પ્રોફિટ 75% ઘટીને 259 કરોડ રૂપિયા થયો થયો છે. હવે આ કંપનીએ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.

ADVERTISEMENT

ટાટા ગ્રુપની કંપની ટાટા કોમ્યુનિકેશન્સે માર્ચ ક્વોર્ટરના રીઝલ્ટ જાહેર કર્યા છે. આ ક્વોર્ટર દરમિયાન નેટ પ્રોફિટ 75% ઘટીને 259 કરોડ રૂપિયા થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 1040 કરોડ રૂપિયા હતો. આ દરમિયાન, કંપનીએ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. જેમાં બુધવારે કંપનીનો શેર 1524.55 રૂપિયા પર વધુ ઊંચાઈએ બંધ થયો હતો. તેની ઇન્ટ્રાડે રેન્જ 1,535.10 અને 1,498.40 રૂપિયાની વચ્ચે હતી. તેનો 52-સપ્તાહનો હાઈ રેટ 2004 રૂપિયા છે અને તેનો 52-સપ્તાહનો લો રેટ 1323 રૂપિયા છે.

  • ડિવિડન્ડની જાહેરાત

ટાટા કોમ્યુનિકેશન્સ બોર્ડે નાણાકીય વર્ષ 26 માટે પ્રતિ શેર 17.5 (175%) રૂપિયા ના અંતિમ ડિવિડન્ડની ભલામણ પણ કરી છે. આ ડિવિડન્ડ આગામી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોની મંજૂરી બાદ ચૂકવવામાં આવશે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે બોર્ડ ઓફ ડીરેક્ટરે 31 માર્ચ 2026 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે પ્રતિ શેર 17.50 (પ્રત્યેક 10 રૂપિયાની ફેસ વેલ્યુના 175%) રૂપિયાના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે. જો આ ડિવિડન્ડ આગામી વાર્ષિક સામાન્ય સભામાં મંજૂર થશે તો તે પાત્ર શેરધારકોને વહેંચવામાં આવશે.

VTV DIGITAL

આ દરમિયન ટાટા કોમ્યુનિકેશન્સની ઓપરેટિંગ આવકમાં વધારો ચાલુ રહ્યો છે જે પાછલા વર્ષની સરખામણીમાં 5990 કરોડ રૂપિયાથી 9% વધીને 6554 કરોડ રૂપિયા થયો છે. નફામાં ઘટાડો હોવા છતાં, નેટવર્ક અને ટ્રાન્સમિશન સેવાઓની માંગમાં વધારો થવાને કારણે આવકમાં સારો એવો વધારો થયો હતો. જેમાં નેટવર્ક અને ટ્રાન્સમિશન ખર્ચ વધીને 3081 કરોડ રૂપિયા થયો છે જે કામગીરીમાં વિસ્તાર દર્શાવે છે. કર્મચારીઓના ખર્ચમાં પણ વધારો થઈને 1240 કરોડ રૂપિયા થયો છે.

તો બીજા ખર્ચમાં વાર્ષિક ધોરણે ઘટાડો થયો છે જેનાથી ખર્ચના દબાણને કંઈક અંશે ઘટાડવામાં મદદ મળી છે. નાણાકીય વર્ષ 26 ના સંપૂર્ણ વર્ષ માટે ટાટા કોમ્યુનિકેશન્સે 24,803 કરોડ રૂપિયાની કામગીરીમાંથી આવક નોંધાવી જે પાછલા વર્ષ કરતાં 7% વધુ છે. નાણાકીય વર્ષ 2025 માં 1837 કરોડ રૂપિયાની સરખામણીમાં નફો 997 કરોડ રૂપિયા રહ્યો હતો.

વધુ વાંચો : અમેરિકા-ઈરાન સીઝફાયરની અસર સોના-ચાંદી પર, કિંમતી ધાતુઓના ભાવમાં નોંધાયો ઉછાળો

આ ક્વોર્ટરના રીઝલ્ટ પર ટાટા કોમ્યુનિકેશન્સના એમડી ગણેશ લક્ષ્મીનારાયણે જણાવ્યું હતું કે, "માર્ચ ક્વોર્ટર અમારા માટે એક મજબૂત સમયગાળો હતો. જેમાં અમારા ડિજિટલ પોર્ટફોલિયોએ ડેટા વૃદ્ધિને આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું. અમારી બેલેન્સ શીટ વધુ મજબૂત થઈ છે અને અમારો નેટ ડેટ ટૂ એબીટા અનુપાત સુધારીને 2x ની નીચે આવ્યો છે. આ ક્વોર્ટરમાં અમે નેટવર્ક ટ્રાન્સફોર્મેશન, મલ્ટી-ક્લાઉડ કનેક્ટિવિટી માટે એમ્પ્લોઇ ઇન્ટ્રેક્શન સંબંધિત અમુક રસપ્રદ ડીલ મળી."

(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Quarter Results Tata Communications Net Profit

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ