બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / tata nexon electric will be most affordable electric suv to be unveiled on 16th december

ઓટો / TATA લાવશે સૌથી સસ્તી SUV કાર, એક ચાર્જિંગમાં દોડશે 300 કિ.મી, જાણો કેટલી હશે કિંમત

Published By: Mehul

Last Updated: 06:14 PM, 12 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની Tata Motors ઘરેલૂ બજારમાં પોતાની પહેલી ઇલેક્ટ્રિક એસયૂવી Nexon EVને લોન્ચ કરવા જઇ રહી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર કંપની આ એસયુવીને આગામી 16 ડિસેમ્બરે બજારમાં રજુ કરશે. આ દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક એસયૂવી હશે. આ સમયે બજારમાં Hyundai Kona ઇલેક્ટ્રિક એસયૂવી હાજર છે જેની શરૂઆતની કિંમત 23.71 લાખ રૂપિયા છે.

  • Tata Motors પોતાની પહેલી ઇલેક્ટ્રિક એસયૂવી Nexon EVને લોન્ચ કરશે
  • Nexon EV દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક એસયૂવી હશે
  • Tata Motors બેટરી પેક માટે 8 વર્ષની વોરન્ટી પણ આપી રહી છે

Nexon EV ઇલેક્ટ્રિકને કંપનીએ Ziptron પ્લેટફોર્મ પર તૈયાર કરી છે. આ એસયૂવીને હાલમાં જ લેહ અને મનાલીના દુર્ગમ રસ્તાઓ પર ટેસ્ટ કરવામાં આવી. જેથી એ વાતની પુષ્ટી કરી શકાય કે, ભારતીય માહોલમાં કઠિન પરિસ્થિતિઓમાં આ એસયૂવીની શું પ્રતિક્રિયા છે. આ માટે કંપનીએ #TheUltimateElectricDrive ના નામથી એક અભિયાન પણ ચલાવ્યું હતું.
 
પ્રાપ્ત જાણકારી અનુસાર, આ એસયૂવી સિંગલ ચાર્જમાં લગભગ 300 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકશે. આ ઉપરાંત એસયૂવીમાં પ્રયોગ કરવામાં આવેલી બેટરી પેક માટે કંપની 8 વર્ષની વોરન્ટી પણ આપી રહી છે. જોકે, લોન્ચ પહેલા તેની કિંમત વિશે કહેવુ મુશ્કેલ છે. પરંતુ જાણકારો માની રહ્યા છે કે તેની કિંમત 15થી 17 લાખ રૂપિયા વચ્ચે હોઇ શકે છે. 

કંપની પહેલા આ એસયૂવીને પ્રદર્શિત કરશે. તથા વેચાણ માટે જાન્યુઆરીથી માર્ચ 2020ની વચ્ચે લોન્ચ કરવામાં આવી શકે છે. જ્યારે બીજી તરફ MG Motors પણ ભારતીય બજારમાં પોતાના બીજા વાહન તરીકે ઇલેક્ટ્રિક એસયૂવી ZSને લોન્ચ કરવા જઇ રહી છે. આ ઉપરાંત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ પોતાની નવી XUV 300 ઇલેક્ટ્રિક એસયૂવીને પણ બજારમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Auto News Auto Update Electric Cars Nexon EV Tata Nexon ગુજરાતી ન્યૂઝ Auto

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ