બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / tata motors launched new tigor ev can run 213 km on full charge
ADVERTISEMENT

હવે આ કાર ફૂલ ચાર્જમાં 213 કિલોમીટરની માઇલેજ આપશે અને તેને ARAIએ સર્ટિફાઇડ કરી છે. જ્યારે પહેલા આ ફૂલ ચાર્જિંગ પર 142 કિમીનું માઇલેજ આપતી નથી. નવી Tigor EV ત્રણ વેરિએન્ટ – XE+, XM+ and XT+ માં ઉપલબ્ધ છે. આ કાર fleet અને પર્સનલ સેગમેન્ટના ગ્રાહકોની જરૂરતને પૂર્ણ કરશે.
ADVERTISEMENT
નવી Tigor EVની એક્સ-શોરૂમ દિલ્હીની (સરકારની સબસિડીમાં ઘટાડા બાદ) કિંમત 9.44 લાખ છે. આ કિંમત દેશના 30 શહેરો પર લાગૂ થશે. કંપની મુજબ આ કાર ઓછો ખર્ચ, કનેક્ટિવિટી અને આરામ આપે છે. સાથે જ પ્રદુષણ કરતી નથી.

ADVERTISEMENT
ટાટા મોટર્સ નવી Tigor EV પર 3 વર્ષની વોરન્ટી અથવા 1.25 લાખ કિલોમીટરની વોરન્ટી આપી રહી છે. આ કારમાં 72V, ત્રણ ફેઝવાળી એસી ઇન્ડક્શન મોટર મળશે, જે 40 બીએચપી અને 105 એનએમનો ટોર્ક આપશે. ત્યારે એમા સિંગલ સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળશે.
ટાટા મોટર્સનો દાવો છે કે Tigor EV 12 સેકન્ડમાં 0થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. જ્યારે તેની ટોપ સ્પીડ 80 કિમી પ્રતિ કલાક છે. કારનું કુલ વજન 1516 કિગ્રા છે. જ્યારે DC15 KW ફાસ્ટ ચાર્જરથી તે 90 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ થઇ જાય છે. જ્યારે સ્ટાન્ડર્ડ એસી વોલ સોકેટથી કાર છ કલાકમાં 80 ટકા સુધી ચાર્જ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.