બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Tarak Mehta's Chhoti Sonu will get married in real life

મનોરંજન / રિયલ લાઈફમાં લગ્નના બંધનમાં બંધાશે તારક મહેતાની છોટી સોનૂ, ફિલ્મી અંદાજમાં પ્રપોઝ જોઈ આસુડાં ટપકાવ્યા, પ્રેમી મસ્તમોજી

Published By: Sanjay Vibhakar

Last Updated: 05:07 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારક મહેતાકા ઉલ્ટા ચશ્માની અંદર છોટી સોનુંનો રોલ કરી ફેમસ થવા વાળી એક્ટ્રેસ ઝીલ મહેતાએ સગાઈ કરી લીધી છે. સોશિયલ મીડિયા પર તેના પ્રપોઝલનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • ઝિલનાં બોયફ્રેન્ડે તેના માટે સરપ્રાઈઝ પ્લાન કરી હતી
  • અભિનેતા ભવ્ય ગાંધીએ પણ કોમેન્ટ કરી
  • તારક મહેતા છોડ્યા બાદ તે કોઈ શોમાં જોવા મળી નથી

એક્ટ્રેસ ઝીલ મહેતાને તારક મહેતાકા ઉલ્ટા ચશ્માથી નામ અને ફેમ મળ્યું છે. આ શોની અંદર તેણે સોનૂનો રોલ કર્યો હતો. હાલ તે ખુબજ ખુશ છે. ઝીલનાં બોયફ્રેન્ડે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું છે. હાલ આ પ્રપોઝલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. 

સરપ્રાઈઝ પ્લાન 
વીડિયો શેર કરતા તેણે લખ્યું કે કોઈ મિલ ગયા, મેરા દિલ ગયા. લવ આજ કલ. વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે ઝિલનાં બોયફ્રેન્ડે તેના માટે સરપ્રાઈઝ પ્લાન કરી હતી. ઝીલનાં મિત્રો તેને આંખે પાટા બાંધીને લઈ આવે છે. ત્યારબાદ તેનો બોયફ્રેન્ડ ડાન્સ કરીને ઝિલને પ્રપોઝ કરે છે. આ દરમિયાન ઝિલ લાલ રંગનો વન-પીસ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jheel Mehta (@jheelmehta_)

વાંચવા જેવું: રકુલ પ્રીત, આયરા ખાન સહિત આ કલાકારોને ત્યાં ગુંજશે શરણાઈના સૂર, જાણો કયા કપલ પર સૌની નજર

છોટે ટપુની કોમેન્ટ 
ઝિલ ખુબજ  લાગણીશીલ બની જાય છે અને તેના બોયફ્રેન્ડને ગળે લગાવે છે. આ દરમિયાન ઝીલનાં મિત્રો પણ આનંદ માણતા જોવા મળે છે. આ પોસ્ટ પર અભિનેતા ભવ્ય ગાંધીએ પણ કોમેન્ટ કરી છે. તેણે રેડ હાર્ટ ઈમોજી બનાવ્યું છે. તમને જણાવી દઈએ કે ભવ્યએ આ શોની અંદર  છોટે ટપુનું પાત્ર ભજવ્યું હતું. ભવ્ય અને ઝિલ વચ્ચેની મિત્રતાને શોમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી.

શો અધવચ્ચે છોડી દીધો હતો 
તમને જણાવી દઈએ કે ઝિલ મહેતાએ લાંબા સમય સુધી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અંદર સોનૂનું પાત્ર ભજવ્યું હતું. તેની ભૂમિકા અને અભિનયને ચાહકોએ ખૂબ પસંદ કર્યા હતા. જોકે તેણે અધવચ્ચે જ શો છોડી દીધો હતો. શો છોડવાનું કારણ તેનો અભ્યાસ હતો. તારક મહેતા છોડ્યા બાદ તે કોઈ શોમાં જોવા મળી નથી. ઝિલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તેના લગભગ 3 લાખ ફોલોઅર્સ છે. ઝિલ પણ તેના ફેશન સ્ટેટમેન્ટ્સથી હેડલાઇન્સમાં રહે છે. તે તેના બોયફ્રેન્ડ સાથે ફોટો અને વીડિયો પણ શેર કરતી રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment Tarak Mehta Ka Oolta Chashma ટપ્પુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મનોરંજન સોનૂ ભીડે entertainment

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ