બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Rakul Preet, Ayra Khan along with these actors will be tied in marrige knot, know which couple everyone's eyes are on

ગપશપ / રકુલ પ્રીત, આયરા ખાન સહિત આ કલાકારોને ત્યાં ગુંજશે શરણાઈના સૂર, જાણો કયા કપલ પર સૌની નજર

Published By: Megha

Last Updated: 10:00 AM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બૉલીવુડમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને કહેવાય રહ્યું છે કે ઘણા સ્ટાર્સ વર્ષ 2024 માં લગ્ન કરવા જઈ રહ્યા છે. ​​રકુલ પ્રીત અને જેકી ભગનાની સહિત ઘણા સ્ટાર્સ આ લિસ્ટમાં સામેલ છે.

  • છેલ્લા કેટલાક મહિનાઓથી બૉલીવુડમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. 
  • ઘણા એવા સ્ટાર્સ છે જે વર્ષ 2024 માં લગ્ન કરવા જઈ રહ્યા છે.
  • રકુલ પ્રીત અને જેકી ભગનાની સહિત ઘણા સ્ટાર્સ આ લિસ્ટમાં સામેલ છે. 

છેલ્લા કેટલાક મહિનાઓથી બૉલીવુડમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, પરિણીતી ચોપરા, અરબાઝ ખાન, આથિયા શેટ્ટી, કેએલ રાહુલ સહિત ઘણા સ્ટાર્સે પોતાના જીવનમાં નવી શરૂઆત કરી. આવી સ્થિતિમાં, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા એવા સ્ટાર્સ છે જે વર્ષ 2024 માં લગ્ન કરવા જઈ રહ્યા છે. ​​રકુલ પ્રીત અને જેકી ભગનાનીના લગ્નના સમાચાર સામે આવ્યા છે પણ આ સિવાય ઘણા સ્ટાર્સ આ લિસ્ટમાં સામેલ છે. ચાલો જોઇએ.. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)

રકુલ પ્રીત અને જેકી ભગનાની
આ યાદીમાં સૌથી પહેલા રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીનું નામ સામેલ છે. જેમના લગ્ન આવતા મહિને એટલે કે 22 ફેબ્રુઆરીએ થવાના છે. એટલું જ નહીં આ કપલ ગોવામાં લગ્ન કરવા જઈ રહ્યું છે.

વાંચવા જેવુ: 2024માં આ ગુજરાતી ફિલ્મો કરશે તમારું મનોરંજન, જુઓ મચ અવેઈટેડ ફિલ્મોનું લિસ્ટ

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ira Khan (@khan.ira)

આયરા ખાન અને નુપુર શિખરે
આમિર ખાનની દીકરી આયરા ખાન તેની મંગેતર નુપુર શિખરે સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ 3 જાન્યુઆરી 2024 ના રોજ પોતપોતાના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કરવા જઈ રહ્યું છે. તાજેતરમાં જ આ કપલનું પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થયું હતું.

અરમાન મલિક અને આશના શ્રોફ
સિંગર અરમાન મલિક તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. ગયા વર્ષે આ કપલે સગાઈ કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે આ કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે. 

દિવ્યા અગ્રવાલ અને અપૂર્વા પાડગાંવકર 
દિવ્યા અગ્રવાલ આ વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કરવા જઈ રહી છે. આ કપલે ગયા વર્ષે ડિસેમ્બરમાં સગાઈ કરી હતી અને તેમના લગ્નના સમાચારને કારણે તેઓ ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 18 થી 20 ફેબ્રુઆરી વચ્ચેની તારીખ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vijay Varma (@itsvijayvarma)

તમન્ના ભાટિયા અને વિજય વર્મા
તમન્ના ભાટિયા અને વિજય વર્માએ તાજેતરમાં જ તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી. આવી સ્થિતિમાં બંનેના લગ્નના સમાચાર ખૂબ જ ઝડપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2024માં તમન્ના ભાટિયા અને વિજય વર્મા સારા સમાચાર આપી શકે છે. જો કે લગ્ન કઈ તારીખે થશે તેની કોઈ માહિતી સામે આવી નથી.

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી વિશે સમાચાર છે કે આ કપલ આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યું છે. આ કપલે વર્ષ 2023માં સગાઈ કરી હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Celebrities Wedding 2024 Ira Khan Wedding Rakul Preet Singh And Jackky Bhagnani Rakul Preet Singh Wedding આયરા ખાન રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ