બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કોયમ્બતૂરમાં 7માં ધોરણમાં અભ્યાર કરતી એક બાળકીએ પોતાના પરિવારજનોને સતત પેટમાં દુઃખાવો થવાની ફરિયાદ કરતી હતી, જ્યાર બાદ તેનો પરિવાર તેને હોસ્પિટલ લઇ ગયો.
કોયમ્બતૂરના વીજેએમ હોસ્પિટલમાં જ્યારે ડૉક્ટરોએ બાળકીની તાપસ કરી તો સ્કેનમાં સામે આવ્યું કે બાળકીના પેટમાં ગુંચળાવાળી કોઇ વસ્તુ છે જેના કારણે તેને સતત દુખાવો થઇ રહ્યો હતો. ડૉક્ટરોએ એન્ડોસ્કોપી દ્વારા તેને બહાર કાઢવાનો નિર્ણય કર્યો પરંતુ આ પ્રયત્ન નિષ્ફળ સાબિત થયો.
ADVERTISEMENT

ત્યારબાદ હોસ્પિટલના વરિષ્ઠ ડૉક્ટરોની ટીમે બાળકીના પેટના ઓપરેશન દ્વારા તે વસ્તુને કાઢવાનો નિર્ણય કર્યો. જ્યારે ડૉક્ટરોએ આ ઓપરેશન કર્યું તો તે ચોંકી ગયા હતા. કારણ કે માથાના વાળનું ગુંચળું હતું જેનું વજન અંદાજિત 500 ગ્રામ હતું.
ADVERTISEMENT

એટલું જ નહીં ડૉક્ટરોએ બાળકીના પેટથી અડધો કિલો વાળ સિવાય શેમ્પૂના કેટલાક ખાલી પાઉચ પણ મળ્યા. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર બાળકી પોતાના કોઇ નજીકના સંબંધીના ગુજરી જવાના કારણે શોકમાં હતી જેના કારણે તે વાળ અને શેમ્પૂના ખાલી પાઉચ ખાવા લાગી હતી જે તેના પેટમાં જમા થઇ ગયા હતા. હવે બાળકીની તકલીફ દૂર થઇ ગઇ અને તે ઝડપથી રિકવરી કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.