બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Tamil superstar thalpati vijay going to launch his own political party soon

રાજકારણ / 'થલપતિ' વિજયની રાજનીતિમાં થશે એન્ટ્રી, ટૂંક સમયમાં જ પોતાની પાર્ટી લોન્ચ કરશે

Published By: Vaidehi

Last Updated: 05:30 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમિલ સુપરસ્ટાર વિજય પોતાની નવી રાજકીય પાર્ટી બનાવવાની તૈયારીમાં...ટૂંક જ સમયમાં પાર્ટી લોન્ચ કરી શકે છે.

  • તમિલ સુપરસ્ટાર હવે રાજકારણમાં પ્રવેશસે
  • એક્ટર વિજય પોતાની નવી પાર્ટી બનાવવાની તૈયારીમાં
  • થોડા સમયમાં પાર્ટીને લોન્ચ કરી શકે છે

તમિલ સુપરસ્ટાર દલપતિ વિજય પોતાની નવી ફિલ્મ લિયોની સફળતાની ઊજવણી કરી રહ્યાં છે. ફિલ્મો બાદ અભિનેતા થોડા જ સમયમાં રાજનીતિમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે. વિજય લાંબાસમયથી પોતાની રાજકીય પાર્ટી શરૂ કરવાની યોજના બનાવી રહ્યાં છે. માહિતી અનુસાર અભિનેતાએ રાજકીય પાર્ટી લોન્ચ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. સૂત્રો અનુસાર વિજયને પાર્ટીનો અધ્યક્ષ બનાવવામાં આવ્યો છે.

200 સદસ્યો બેઠકમાં જોડાયા
મીડિયા રિપોર્ટસ્ અનુસાર પાર્ટી ટૂંક જ સમયમાં ભારતના ચૂંટણી પંચમાં નોંધણી કરાવશે. જો કે હજૂ સુધી પાર્ટીનું નામ નક્કી નથી કરવામાં આવ્યું. રિપોર્ટસ્ અનુસાર પાર્ટીની સામાન્ય પરિષદનાં લગભગ 200 સદસ્યો પાર્ટીની નોંધણી પહેલા જ એક બેઠકમાં જોડાઈ ગયાં હતાં. પાર્ટીનાં મહાસચિવ અને કોષાધ્યક્ષની નિમણૂક પણ થઈ ગઈ છે. એટલું જ નહીં એક કેન્દ્રીય કાર્યકારી સમિતિનું પણ ગઠન કરવામાં આવ્યું છે.

પાર્ટી રાજકારણમાં ક્યારે પ્રવેશ કરશે?
વિજયનાં રાજકારણમાં થનારા પ્રવેશને લઈને સૂત્રોએ જણાવ્યું કે," તેઓ તમિલનાડુમાં 2026ની રાજ્યની ચૂંટણીથી પહેલાં રાજકારણમાં પ્રવેશ કરશે." પાર્ટીનાં નામ અંગે તેમણે જણાવ્યું કે, 'તમિલનાડુમાં પરંપરાઓનાં અનુરૂપ જ પાર્ટીનું નામકરણ થશે.' વિજયની તમિલનાડુમાં ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. અભિનેતા ઘણીવખત જરૂરિયાતમંદોને મદદ કરતાં હોય છે.

વર્ક ફ્રંટની વાત કરીએ તો 2023માં વિજયને 'લિયો' અને 'વરિસુ'માં જોવા મળ્યું હતું. તેઓ વર્તમાનમાં પોતાની આવનારી ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે જેનું અસ્થાયી નામ થલપતિ 68 છે. ફિલ્મનું ડાયરેક્શન વેંકટ પ્રભુ કરી રહ્યાં છે. ફેન્સ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Katrina vijay thalpati Political Party tamil તમિલ રાજકીય પાર્ટી વિજય thalpati Vijay Politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ