બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / Taiwan: Doctors removed 300 stones from a girl's kidney who drank only bubble tea and alchohol for hyderation

OMG / પાણી નતી પીતી પણ આ પીતી, તેમાં કિડનીમાં થઈ 300 પથરીઓ, ભયાનક કિસ્સો સામે આવ્યો

Vaidehi

Last Updated: 05:19 PM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાઈવાનમાં ડોક્ટર્સે સર્જરી બાદ 20 વર્ષીય એક યુવતીની કિડનીમાંથી 300થી વધારે સ્ટોન નિકાળ્યાં. છોકરીએ જણાવ્યું કે તેને પાણી પીવામાં મજા નહોતી આવતી તેથી તે બબલ ટી પી રહી હતી.

  • 20 વર્ષીય છોકરીનાં પેટમાંથી નિકળ્યાં 300 સ્ટોન્સ
  • પાણીની જગ્યાએ દારુ અને બબલ ટી પીતી હતી
  • પથરીનાં લીધે કિડની સૂજી ગઈ હતી..

શરીર માટે પાણી પીવું ખૂબ જ જરૂરી હોય છે. આ વાતનો અહેસાસ 20 વર્ષીય છોકરીને ત્યારે થયો જ્યારે તેની કિડનીમાંથી ડોક્ટર્સે 300 સ્ટોન બહાર કાઢ્યાં. મીડિયા રિપોર્ટ અનુસાર છોકરીને પાણી પીવામાં મજા નહોતી આવતી. તે  પોતાને ડિહાઈડ્રેશનથી બચાવવા માટે પાણીની જગ્યાએ બબલ ટી અને દારુ સહિત અન્ય પેય પદાર્થ પીતી હતી. તેણે ડોક્ટર્સને કહ્યું કે મને પાણી પીવામાં મજા નહોતી આવતી એટલે છોડી દીધું. 

દુ:ખાવો થતાં એડમિટ કરવામાં આવ્યું
આ મામલો તાઈવાનનો છે. અહીં જિયાઓ યૂ નામની 20 વર્ષીય છોકરીને ગત સપ્તાહ તાઈનાન શહેરનાં ચી મેઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. તેને પીઠનાં નીચલા હિસ્સામાં ગંભીર દુખાવો થતો હતો અને સાથે-સાથે તાવ પણ આવી જતો હતો. ડોક્ટર્શને અલ્ટ્રાસાઉન્ટ સ્કેનથી ખબર પડી કે તેની જમણી કિડની તરલ પદાર્થોથી સૂજી ગઈ હતી અને તેમાં મોટી સંખ્યામાં કિડની સ્ટોન હતાં. સીટી સ્કેન અનુસાર સ્ટોનનો આકાર 5 મિમી અને 2 સેમીની વચ્ચે હતો. આગળની ટેસ્ટિંગમાં ખબર પડી કે હાઈ બ્લડ પ્રેશરની પણ સમસ્યા છે. 

બબલ ટી અને દારુનું જ સેવન
જ્યારે ડોક્ટર્સે છોકરી સાથે વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું કે તેને સાદું પાણી પીવામાં મજા નહોતી આવી. જે બાદ તેણે વર્ષો સુધી બબલ ટી, ફળોનો રસ અને અન્ય પેય પદાર્થોથી પોતાને હાઈડ્રેટ રાખ્યું. તેનું દુષ્પરિણામ એ આવ્યું કે તેની કિડનીમાં તરલ પદાર્થ જામી ગયાં અને સ્ટોનનું રૂપ ધારણ કરી લીધું.

300 સ્ટોન કાઢ્યાં
ડોક્ટર્સે 2 કલાકની લાંબી સર્જરી બાદ તેની કિડનીમાંથી 300 સ્ટોન કાઢ્યાં. પ્રક્રિયા બાદ છોકરીને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું. સર્જન ડો. લિમ ચ્યે-યાંગ કે જેમણે ઓપરેશનનું લીડ કર્યું તેમણે કહ્યું કે આ પથરી કેટલાક કારણોસર હોઈ શકે છે જેમાં અપૂરતાં પાણીનું સેવન, કેલ્શિયમ અને પ્રોટીનની ઊણપ, તેમણે કહ્યું કે પેશાબમાં ખનીજોને પાતળું કરવામાં માટે યોગ્ય માત્રામાં પાણી નિકળે એ જરૂરી છે. જો શરીરમાં પૂરતું પાણી નહીં હોય તો પેશામાં ખનીજ જામી જશે અને પથરીનું સ્વરૂપ લઈ લેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ