બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Taarak Mehta ka Ooltah Chashmah Sonu Nidhi bhanushali salary

અધધધ કમાણી / Taarak Mehtaમાં એક દિવસની આટલી હતી સોનુની કમાણી, નિધિ ભાનુશાળી હવે કરે છે આ કામ

Published By: Bhavin Rawal

Last Updated: 10:21 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણો Taarak Mehta Ka Ooltah Chashmahમાં સોનુ ભિડેનો રોલ કરનાર નિધિ ભાનુશાળીને એક દિવસની કેટલી સેલરી મળતી હતી અને તેમણે આ શૉ કેમ છોડ્યો હતો. સાથે જ એ પણ જાણો કે નિધિ ભાનુશાળી આજકાલ શું કરે છે?


Taarak Mehta Ka Ooltah Chashmah શો શરૂ થયો ત્યારથી અત્યાર સુધી જબરજસ્ત લોકપ્રિય છે. આ સીરિયલના કલાકારો માટે પણ પાત્રોના નામ તેમની ઓળખ બની ચૂક્યા છે. જો કે, કેટલાક કલાકારો શોને છોડી ચૂક્યા છે, તો કેટલાક પાત્રો હજીય જૂના જ છે. Taarak Mehta Ka Ooltah Chashmah શોમાં સોનુ ભિડેનું પાત્ર ભજવનારી નિધિ ભાનુશાળી તમને યાદ જ હશે. નિધિ એ આ શોમાં ઝીલ મહેતાને રિપ્લેસ કરી હતી, જેણે નાની સોનુનું પાત્ર ભજવ્યું હતું. નિધિ 2012થી આ શો સાથે જોડાઈ હતી અને 2019માં તેણે તારક મહેતા.. છોડી દીધો હતો. નિધિના આ નિર્ણયથી ફેન્સને શૉક લાગ્યો હતો. જો કે, તમને એ ખ્યાલ છે કે નિધિ ભાનુશાળીને સોનુનું પાત્ર ભજવવના માટે રોજના કેટલા પૈસા મળતા હતા? નિધિ ભાનુશાળી શો છોડ્યા બાદ શું કરી રહી છે? ચાલો, આ આર્ટિકલમાં અમે તમને બધું જ જણાવીશુ.

 

એક જ મહિનામાં આટલી કમાણી

Taarak Mehta Ka Ooltah Chashmah શો નિધિ ભાનુશાળીનો પહેલો એક્ટિંગ શૉ હતો, તેણે આ જ શૉથી ડેબ્યુ કર્યું હતું. અને આવતાની સાથે જ તેના ફેન્સની સંખ્યામાં જબરજસ્ત વધારો નોંધાયો હતો. નિધિ આ સોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે જોડાઈ હતી. નિધિને આ શૉ એક દિવસના શૂટિંગ માટે 8 હજાર રૂપિયા મળતા હતા. એટલે કે એક મહિનાના 2.4 લાખ રૂપિયાની કમાણી થતી હતી. જો કે, આટલી ધીકતી કમાણી છતાંય નિધિએ કેટલાક સમય બાદ આ શો છોડી દીધો હતો.

આ કારણથી છોડ્યો હતો શૉ

નિધિ ભાનુશાળીએ શૉ છોડવા પાછળના કારણો અંગત ગણાવ્યા હતા. જો કે રિપોર્ટ્સ મુજબ એવી ચર્ચા હતી કે તે અભ્યાસ પર વધુ ધ્યાન આપવા માગતી હતી એટલે તેણે આ સફળ શૉ છોડી દીધો હતો. નિધિને હાયર સ્ટડીઝમાં આગળ વધવું હતું અને તેને શૂટિંગને કારણે સમય ઓછો પડતો હતો. નિધિ ભાનુશાળીના શૉ છોડ્યા બાદ સોનુ ભિડેના પાત્રમાં પલક સિધવાનીને કાસ્ટ કરવામાં આવી છે. હાલ શોમાં સોનુનું પાત્ર પલક જ ભજવી રહી છે.

વધુ વાંચો: Bigg Boss 17માં આ વ્યક્તિ બની શકે છે વિનર, જાણો Grand Finnaleની તારીખ અને સમય

હાલ આ કામ કરી રહી છે નિધિ

તો બીજી તરફ નિધિ ભાનુશાળી હાલ એક્ટિંગની દુનિયાથી દૂર છે. તે ટ્રાવેલ બ્લોગિંગ કરી રહી છે. નિધિ જુદા જુદા સ્થળોએ ફરતી રહે છે, અને નવા નવા ટ્રાવેલ બ્લોગ્સ બનાવતી રહે છે, જેને તે પોતાની યુટ્યુબ ચેનલ અને ઈન્સ્ટાગ્રામ પર શૅર કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Sonu Bhide Taarak Mehta Ka Ooltah Chashmah asit modi તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા Taarak Mehta

Published by

Bhavin Rawal

Bhavin Rawal

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ