બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:06 AM, 22 January 2024
Bigg Boss 17 Grand Finale Date and time: ટીવીના સૌથી મોટા રિયાલિટી શૉ Bigg Boss 17ના ગ્રાન્ડ ફિનાલેને હવે થોડાક જ દીવસો બાકી છે. દરેક કન્ટેસ્ટન્ટ અને તેમના સમર્થકો જીત માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે, આ દરમિયાન મેકર્સે શૉના ફિનાલેને લઈને કેટલીક ચોંકાવનારી માહિતી ફેન્સ સાથે શૅર કરી છે. Bigg Boss 17નો ફિનાલે 28 જાન્યુઆરીએ ટેલિકાસ્ટ થશે, તે તો પહેલા જ જાહેર કરી દેવામાં આવ્યું હતું. પરંતુ હવે મેકર્સ દ્વારા એક નવો પ્રોમો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ ફિનાલે એપિસોડ કેટલા વાગ્યાથી શરૂ થશે અને કેટલો લાંબો ચાલશે.
ADVERTISEMENT
6 કલાક સુધી ચાલશે ફિનાલે એપિસોડ
કલર્સ ટીવી દ્વારા એક પ્રોમો વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં હર્ષ લિંબાચિયા, ભારતી સિંહ અને ઓરી એક સાથે દેખાઈ રહ્યા છે. આ ત્રણેય સેલિબ્રિટીઝ ટન ટાન ટન, ટન ટન ટારા સોંગ પર ડાન્સ કરતા કરતા જણાવી રહ્યા છે કે પાર્ટી 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી ચાલશે. ભારતી સિંહ પોતાના પાર્ટનર સેલેબ્સને બિગ બોસની આ ગ્રાન્ડ પાર્ટીમાં ઈન્વાઈટ કરી રહી છે. એટલે કે Bigg Boss 17નો આ ફિનાલે એપિસોડ દર્શકોને 6 કલાકનું ધમાકેદાર એન્ટરટેઈનમેન્ટ આપવાનો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ચોથા નંબર પર રહેશે મન્નારા ચોપડા?
જો કે, આ છ કલાક દરમિયાન દર્શકોને કયા ટાસ્ક અને કઈ કોમ્પિટિશન જોવા મળશે, તે હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું. ટોપ 4 રેન્કિંગની વાત કરીએ તો પબ્લિક વોટિંગ અને પોપ્યુલારિટીના આધારે મુનવ્વર ફારુકી આ સિઝન જીતવાના સૌથી મોટા દાવેદાર ગણાઈ રહ્યા છે. તો સિઝનમાં મનુવ્વરના બેસ્ટ ફ્રેન્ડ બની ચૂકેલા અભિષેક કુમારને ફર્સ્ટ રનર અપ ગણાવાઈ રહ્યો છે. જ્યારે અંકિતા લોખંડે ત્રીજા નંબરે રહે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જ્યારે મન્નારા ચોપડા ચોથા સ્થાને રહે તેવી દર્શકોની અપેક્ષા છે.
ADVERTISEMENT
વધુ વાંચો: રણબીર કપૂર સાથે આ સીન સૂટ કર્યા બાદ ખૂબ રડી હતી રશ્મિકા, કહ્યું હું સુન પડી ગઈ હતી અને...
મીડિયા રાઉન્ડમાં થયો હતો તમાશો
ADVERTISEMENT
અભિષેક કુમાર અને મુનવ્વર ફારુકીની મિત્રતા એટલી ગાઢ થઈ ચૂકી છે કે મીડિયા રાઉન્ડમાં સવાલોના જવાબ આપતા સમયે અભિષેક અગ્રેસિવ થઈ ગયા હતા અને અંકિતા લોખંડેએ તેને શાંત કરવો પડ્યો. એટલું જ નહીં જ્યારે મીડિયાએ અભિષેકના તેમના અને મુનવ્વર ફારુકીના વિવાદિત સંબંધો અંગે સવાલ કર્યો તો અભિષેકે કહ્યું કે પંજાબી યુવક છે, તો આટલું તો ચાલ્યા કરે. જો કે બાદમાં તેમણે પોતાના આ નિવેદન અંગે માફી માગી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.