બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / After shooting this scene with Ranbir Kapoor, Rashmika Mandanna cried a lot

મનોરંજન / રણબીર કપૂર સાથે આ સીન સૂટ કર્યા બાદ ખૂબ રડી હતી રશ્મિકા, કહ્યું હું સુન પડી ગઈ હતી અને...

Megha

Last Updated: 01:31 PM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ 'એનિમલ'માં રણબીર કપૂરની પત્નીની ભૂમિકા ભજવનાર રશ્મિકા મંદાનાએ ફિલ્મના શૂટિંગ દરમિયાનનો એક કિસ્સો શેર કરતાં કહ્યું હતું કે, 'આ સીન શૂટ કર્યા પછી હું રડી પડી હતી'

  • આ દિવસોમાં રશ્મિકા મંદાના ફિલ્મ 'એનિમલ'ને કારણે ચર્ચામાં છે.
  • રશ્મિકાએ એક સીનમાં રણબીર કપૂરને થપ્પડ મારી હતી. 
  •  'આ સીન શૂટ કર્યા પછી હું રડી પડી હતી..' - રશ્મિકા 

આ દિવસોમાં બોલિવૂડ એક્ટર રણબીર કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'એનિમલ'ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મે જબરદસ્ત વિવાદોનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે આ ફિલ્મ રિલીઝ થયા પછી પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ફિલ્મમાં રશ્મિકાએ રણબીરની પત્નીની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં જ રશ્મિકાએ ફિલ્મના એ સીન વિશે ખુલીને વાત કરી હતી જેમાં તેણીએ રણબીર કપૂરને થપ્પડ મારી હતી. તેણે જણાવ્યું કે આ સીન શૂટ થયા બાદ તે રડી પડી હતી.

Topic | VTV Gujarati

સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'એનિમલ'માં રણબીર કપૂરની સાથે રશ્મિકા મંદાના, બોબી દેઓલ, અનિલ કપૂર અને તૃપ્તિ ડિમરી જોવા મળ્યા હતા. ફિલ્મમાં તેની પત્ની 'ગીતાંજલિ'ની ભૂમિકા ભજવનાર અભિનેત્રી રશ્મિકા મંદાનાએ ફિલ્મના શૂટિંગ દરમિયાનનો એક કિસ્સો શેર કરતાં કહ્યું હતું કે, 'એક સીન એવો છે ફિલ્મમાં જેમાં તેનો ઓનસ્ક્રીન હસબન્ડ રણબીર કપૂર તેને ચિટ કરે છે અને તેના રીએક્શનમાં ગીતાંજલિ તેને થપ્પડ મારે છે. આ સીન શુટ કર્યા પછી હું રડી પડી હતી' 

પોતાના ઘરમાં કામ કરતી મેડના પણ ચરણ સ્પર્શ કરે છે આ એક્ટ્રેસ, કારણ જાણી તમે  પણ ચોંકી ઉઠશો | Rashmika Mandanna touches the feet of her house helper the  actress revealed the

અભિનેત્રી રશ્મિકા આ ​​દિવસોમાં તેની આગામી ફિલ્મ 'પુષ્પા 2'નું શૂટિંગ કરી રહી છે. આ દરમિયાન એક ઈન્ટરવ્યુમાં તેણીએ ફિલ્મ 'એનિમલ'ના એ સીન વિશે વાત કરતાં કહ્યું કે મને ડિરેક્ટરે બસ આટલું કહ્યું કે એક પત્ની આ પરિસ્થિતિમાં જેવુ અનુભવે બસ એવું જ તારે ફિલ કરવાનું છે. તે આખો સીન એક જ ટેકમાં હતો, કારણ કે તેમાં ઘણું બધું ચાલતું હતું. મણે આ વિશે આ અગાઉથી જણાવવામાં આવ્યું ન હતું. મને ખબર ન હતી કે હું શું કરવા જઈ રહી છું. મને એક્શન અને કટ વચ્ચે કંઈ યાદ નથી. મારું મન સાવ બ્લેન્ક થઈ ગયું હતું.'

વધુ વાંચો: ના સલમાન, ના શાહરુખ... આ સુપરસ્ટાર્સને રામ મંદિર માટે નથી મળ્યું આમંત્રણ, જાણો કોણ કોણ જશે

આ સીનમાં રણબીરને થપ્પડ માર્યા પછી રશ્મિકા રડી પડી હતી અને સીન પૂરો થયા બાદ તેણી રણબીર પાસે ગઈ અને પૂછ્યું કે શું તે ઠીક છે? અભિનેત્રીએ કહ્યું કે જ્યારે તેણે આ સીન પાછળથી જોયો ત્યારે તેને તે ખૂબ જ ગમ્યું અને તેના પોતાના અભિનયને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. જણાવી દઈએ કે રશ્મિકાએ રણબીર કપૂર સાથે પહેલીવાર 'એનિમલ' દ્વારા કામ કર્યું હતું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Ranbir Kapoor Rashmika Mandanna interview Rashmika Mandanna news રણબીર કપૂર અને રશ્મિકા મંદાના રશ્મિકા મંદાના રશ્મિકા મંદાના ફિલ્મ એનિમલ Rashmika Mandanna
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ