ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / યુરિનનો આવી રહ્યો છે લાલ કલર, તો ચેતી જજો! હોઇ શકે છે આ ગંભીર બીમારી

આરોગ્ય / યુરિનનો આવી રહ્યો છે લાલ કલર, તો ચેતી જજો! હોઇ શકે છે આ ગંભીર બીમારી

Published By: Shilpa Parmar

Last Updated: 09:06 AM, 6 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Symptoms of Urine Red Color : જો તમને પણ યુરિનમાં લાલ કલર આવી રહ્યો છે તો તે બીમારીનું જોખમ હોય શકે શકે છે. જાણો તેના કારણો અને તેનાથી કઈ ગંભીર બીમારીઓ થઈ શકે છે?

ADVERTISEMENT

આપણાં શરીરમાં થતાં નાના-મોટા ફેરફારો ઘણીવાર મોટી બીમારીનો સંકેત આપતા હોય છે. ખાસ કરીને જ્યારે વાત યુરિનની આવે છે, ત્યારે તેના રંગ અને સુગંધ પરથી આપણા સ્વાસ્થ્યનું પ્રમાણ કરવામાં આવે છે.

સામાન્ય રીતે પેશાબ હળવા પીળા રંગનો કે પારદર્શક હોય છે, પરંતુ જો તેમાં લાલ રંગ દેખાવા લાગે તો તેને અવગણવું જોઈએ નહીં તે ખતરનાક સાબિત થઈ શકે છે.

યુરિનનો રંગ ચેન્જ થવાના કારણો

યુરિનનો રંગ બદલાવવાના અનેક કારણો હોઈ શકે છે. બીટ, બેરીઝ અથવા કેટલીક દવાઓ લેવાથી પણ યુરિનમાં લાલાશ દેખાઈ શકે છે. પરંતુ જો સતત યુરિનમાં લોહી આવે તો તેને હિમેચ્યુરિયા કહેવાય છે અને તે કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે.

yellow-urine-sample

યુરિનમાં લાલ રંગ આવવાના સંભાવિત કારણો :

  • કિડમીમાં પથરી હોય તો પથરી મૂત્રનળીમાં ઘસારો કરે છે, જેના કારણે લોહી આવવા લાગે છે.
  • પેશાબમાં ઈન્ફેક્શનને કારણે બળતરા તથા લોહી આવવાની સમસ્યા થઈ શકે છે.
  • શરૂઆતના લક્ષણોમાં યુરિનમાં લોહી આવવું એક મહત્વપૂર્ણ સંકેત છે. તેથી બ્લેડર અથવા કિડની કેન્સર હોય શકે છે.
  • કિડની યોગ્ય રીતે કામ ન કરતી હોય ત્યારે યુરિનનો રંગ બદલાઈ જાય છે. તેથી કિડનીની બીમારી હોય શકે છે.
  • શરીરના અંદરના ભાગમાં કોઈ ઈજા અથવા બ્લડ ક્લોટિંગની સમસ્યા પણ કારણ બની શકે છે.

ક્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો?

જો યુરિનનો લાલ રંગ 1-2 દિવસમાં નોર્મલ ન થાય અથવા તેની સાથે અન્ય લક્ષણો જેમ કે તેજ દુખાવો, બળતરા, તાવ, વજન ઘટવું અથવા વારંવાર યુરિન આવવું વગેરે અનુભવાય, તો તરત જ ડૉક્ટર પાસે તપાસ કરાવવી જરૂરી છે.

uti

આટલું ધ્યાન રાખો

  • રોજ પૂરતી માત્રામાં પાણી પીવું.
  • સંતુલિત અને હેલ્ધી આહાર લેવો.
  • દારૂ અને વધારે મીઠાનો ઉપયોગ ઓછો કરવો.
  • વારંવાર થતી UTI ને અવગણવી નહીં.
  • સમયાંતરે હેલ્થ ચેકઅપ કરાવતા રહેવું.

વધુ વાંચો : હાડકાંને લોખંડની જેમ મજબૂત બનાવે છે આ સુપરફૂડ, વજન પણ ઘટાડે છે, જાણો ફાયદા

યુરિનમાં લાલ રંગ દેખાવું કોઈ સામાન્ય ફેરફાર નથી, પરંતુ ઘણી વખત તે ગંભીર બીમારીનું લક્ષણ બની શકે છે. તેને હળવાશથી ન લો અને તરત જ ડૉક્ટરની સલાહ લો. યાદ રાખો, સમયસર અપનાવેલી સાવચેતી મોટી બીમારીથી બચાવી શકે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UTI Symptoms of Urine Red Color Urine Disease

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ