બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Surat Police has not paid the fines which collects fines from motorists

ખુલાસો / હેલ્મેટ માટે ખિસ્સા ખંખેરતી ગુજરાત પોલીસ પોતે દંડ ભરતી નથી, હજુ 2019નો હિસાબ બાકી!

Dhruv

Last Updated: 11:24 AM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય (Gujarat) માં દંડ પેટે વાહનચાલકોના ખિસ્સા ખંખેરતી પોલીસ પોતે જ દંડ ભરતી ન હોવાની આરટીઆઈ (RTI) માં ચોંકાવનારી વિગત સામે આવી છે.

  • વાહનચાલકોનાં ખિસ્સાં ખંખેરતી પોલીસ પોતે જ દંડ નથી ભરતી
  • પોલીસકર્મીઓને ફરજમાં બેદરકારી બદલ ફટકારાઈ હતી નોટિસ
  • વર્ષ 2019થી અત્યાર સુધીમાં માત્ર 50 ટકા જ દંડ વસૂલાયો

રસ્તા પર ઉભા રહીને વાહનચાલકો પાસેથી રોજ હજારો-લાખો રૂપિયાનું ઉઘરાણું કરતી સુરત પોલીસ પોતે જ દંડ ભરવામાં આળસું છે. વારંવાર નોટીસો મોકલવામાં આવી હોવા છતાં સુરત પોલીસે હજુસુધી લાખો રૂપિયાનો દંડ સરકારની તિજોરીમાં જમા નહીં કરાવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો આરટીઆઈ (RTI) માં થયો છે.

ફરજમાં બેદરકારી બદલ પોલીસકર્મીઓને પણ દંડ ભરવાનો હોય છે

સુરતમાં પોલીસ કર્મચારીઓની દંડની મોટી રકમ બાકી હોવાની વિગત સામે આવી છે. મહત્વનું છે કે, છેલ્લા 3 વર્ષમાં શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પૈકી 6442થી વધુ કર્મચારીઓને ફરજમાં બેદરકારી બદલ નોટિસ ફટકારાઈ હતી. ત્યારે વર્ષ 2019થી અત્યાર સુધી માત્ર 50 ટકા જ દંડ વસૂલાયો છે. મહત્વનું છે કે, ફરજમાં બેદરકારી બદલ પોલીસકર્મીઓને પણ દંડ ભરવાનો હોય છે. 

2019માં 3,151 પોલીસકર્મીઓને નોટિસ ફટકારાઈ હતી

અત્રે નોંધનીય છે કે, વર્ષ 2019માં 3 હજાર 151 પોલીસકર્મીઓને નોટિસ ફટકારાઈ હતી. તો વર્ષ 2020માં 1 હજાર 818 પોલીસકર્મીઓને નોટિસ ફટકારાઈ હતી જ્યારે વર્ષ 2021માં 2 હજાર 555 પોલીસકર્મીઓને નોટિસ ફટકારાઈ હતી.

ઝોન-1માં 3 વર્ષમાં 33 લાખ 32 હજાર 850 જેટલો દંડ ફટકારવામાં આવ્યો

ઝોન-1માં 3 વર્ષમાં 33 લાખ 32 હજાર 850 જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો. સુનાવણી બાદ આખરી હુકમ મુજબ 18.10 લાખ દંડની રકમ થઇ હતી. જેમાંથી 9 લાખ 13 હજાર 374 જેટલાં અલગ-અલગ પોલીસ સ્ટેશને દંડ સ્વીકાર્યો હતો. ઝોન-2માં કુલ 6.60 લાખ દંડ વસૂલવામાં આવ્યો.

ઝોન-3 અને ઝોન-4એ માહિતી જ ન આપી

ઝોન-3માં 3 વર્ષ દરમિયાન ફરજમાં બેદરકારી બદલ કુલ 1555 નોટીસ અપાઈ છે. ત્યારે માહિતી અધિકાર અધિનિયમની છટકબારીનો ઉપયોગ કરીને ઝોન -૩ ના નાયબ પોલીસ કમિશ્નરે રકમ અંગે કોઈ માહિતી જ નથી આપી. જ્યારે ઝોન-4માં માહિતી આપવાનો ઇનકાર કરાયો હતો. ઝોન -3 અને 4ના પ્રથમ અપીલ અધિકારી એવાં અધિક પોલીસ કમિશ્નરે પણ માહિતી આપવાનું નકારી દીધું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Fine Gujarat police RTI Right to information Surat Police દંડ સુરત પોલીસ Surat Police
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ