ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ખાડીના પૂરના કારણે સુરત શહેર જળબંબાકાર, આકાશી વીડિયો ડરામણો, બચ્યા તેટલા સાચા
Last Updated: 05:03 PM, 25 June 2025
ADVERTISEMENT
ખાડીમાં પૂરના આકાશી દ્રશ્યો
ADVERTISEMENT
ખાડીમાં આવેલા પૂરને લીધે પરિસ્થિતી વણસી હતી.ખાડી વિસ્તારમાં પાણી ભરાયાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ પાણ જ પાણી નજરે પડી રહ્યું છે.ખાડીની ચારેબાજુ પાણી જ પાણી જોવા મળ્યા હતા.ખાડીમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.
સુરતમાં ધોધમાર વરસાદથી માર્ગવ્યવહાર ખોરવાયો. પર્વત પાટિયા કાંગારુ સર્કલથી ગોડાદરા તરફ જતો માર્ગ અવરોધાયો. મહારાણા પ્રતાપ ચોક પાસેથી વાહનચાલકો અટવાયા. વોર્ડ નંબર-18ના કાપડ માર્કેટ પાસે ટ્રાફિક જામ સર્જાયો છે. બાઈકચાલકોની લાંબી કતારો સાથે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નોકરી પર જતા નાગરિકોને ભારે તકલીફ થઈ. પાણી ભરાવાથી માર્ગો પર હાલત કફોડી બની છે. વરસાદી પાણીના કારણે ટ્રાફિક વ્યવસ્થા અટવાઈ છે. નગરજનોને અલર્ટ રહેવા તંત્રની અપીલ છે.
ADVERTISEMENT
વધુ વાંચો: 'આગામી 24 કલાકમાં જ...', સુરત-વડોદરા-અમદાવાદ સહિતના જિલ્લાઓ રહે એલર્ટ, પરેશ ગોસ્વામીની ડેન્જર આગાહી
સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદ થતા. ડીએમ નગરના ઘરોમાં પાણી ભરાયા હતા. જેથી ફાયર વિભાગની ટીમ ડીએમ નગરમાં રેસ્ક્યુ કરવાની કામગીરી કરી હતી. સ્થાનિકોએ કમર સુધીના પાણીમાં પણ ઘર છોડી જવા ફાયર વિભાગને ઇન્કાર કર્યો હતો. બારડોલીના અલગ અલગ વિસ્તારમાંથી કુલ 17 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. સોસાયટીમાં ઘરોમાં કમરસમા પાણી ભરાયા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ