બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'આગામી 24 કલાકમાં જ...', સુરત-વડોદરા-અમદાવાદ સહિતના જિલ્લાઓ રહે એલર્ટ, પરેશ ગોસ્વામીની ડેન્જર આગાહી

photo-story

6 ફોટો ગેલેરી

ધમધોકાર / 'આગામી 24 કલાકમાં જ...', સુરત-વડોદરા-અમદાવાદ સહિતના જિલ્લાઓ રહે એલર્ટ, પરેશ ગોસ્વામીની ડેન્જર આગાહી

Last Updated: 12:38 PM, 25 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અતિભારે વરસાદને પગલે જળાશયો અને જન જીવન જોખમાયું છે. હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું હવામાન અને વરસાદ રહેશે તે અંગે એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે.

1/6

photoStories-logo

1. હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીની આગાહી

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનો માહોલ કેવો રહેશે તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. આ આગાહીમાં પરેશ ગોસ્વામીએ આજે 25મી જૂનની રાત સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે મેઘ તાંડવની પણ શક્યતાઓ દર્શાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. દક્ષિણ ગુજરાતમાં રાતથી રહેશે રાહત

હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ભારે વરસાદની સાથે મેઘ તાંડવ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યુ કે આજે 25મી જૂનની રાત સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મધ્યમથી ભારે વરસાદ

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આજે આણંદ, નડિયાદ, ખેડા, ખંભાત અને વડોદરા જેવા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ

દાહોદ, ગોધરા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા તથા અમદાવાદ અને ગાંધીનગરના ઉત્તરના ભાગોમાં આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. આગામી 24 કલાકમાં મેઘ તાંડવ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો અને ગાંધીનગરથી ઉત્તરના ભાગોમાં આગામી 24 કલાક દરમિયાન અતિભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. હળવાથી મધ્યમ વરસાદ

પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા અને વાવ થરાદના કેટલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટાં જોવા મળી શકે છે. કચ્છમાં વધારે વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટીછવાઈ જગ્યાએ વરસાદ થઈ શકે છે. અહીં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. દરિયા કાંઠે સામાન્ય વરસાદ

સૌરાષ્ટ્રમાં વરસાદ અંગે તેમણે જણાવ્યુ કે સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાઇ શકે છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rain Forecast Paresh Goswami Forecast Weather Department Rain Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ