બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / સુરત / Surat city and district were flooded due to heavy rains

મેઘમલ્હાર / સુરતમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી! બેઝમેન્ટ ફૂલ, વાહનચાલકો હેરાન, ભારે ટ્રાફિકજામ, જાણો રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી

Malay

Last Updated: 12:32 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી વાહન પસાર કરવા મજબૂર બન્યા છે.

  • સુરતમાં ભારે વરસાદ થતા રસ્તા પર ભરાયા પાણી
  • શહેરના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ
  • ચોક બજાર વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન
  • કીમ-માંડવી સ્ટેટ હાઇવે પર ભરાયાં પાણી
  • સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળતા સર્જાયો ટ્રાફિક

ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ચોમાસાએ જમાવટ કરી છે. ચોમાસાના આગમનની સાથે જ મોન્સુન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. સુરત શહેરમાં અને જિલ્લામાં પણ ગઈકાલ રાતથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. શહેરના અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. સુરતમાં મનપાની પ્રિ-મોન્સૂન કામગીરી પોકાળ સાબિત થઈ છે. 

રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં
હવામાન વિભાગે વરસાદને લઈને આજે સુરતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. સુરતમાં આજ સવારથી અડાજણ પાટિયા, ઈચ્છાપોર, ડિંડોલી, વરાછા, કાપોદરા, રિંગ રોડ સબજેલ વિસ્તાર, પર્વત પાટિયા, જહાંગીરપુરા, રાંદેર, અઠવાલાઈન્સ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. સુરતના ડિંડોલીમાં રસ્તાઓ પર કેડસમા પાણી ભરાતા વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ભારે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ
શહેરના રસ્તા હોય કે રહેણાંક વિસ્તારની શેરીઓ તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક બેઝમેન્ટમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ છે. રસ્તાઓ જાણે નદીઓ વહેતી હોય તેવું લાગી રહ્યું છે. 

વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી વાહન પસાર કરવા મજબૂર
સુરતના કીમ ચાર રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકોને ભારે મુશ્કેલીનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી વાહન પસાર કરવા મજબૂર બન્યા છે. અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા બેરીકેટ મુકાયા છે. કીમ માંડવી સ્ટેટ હાઇવે નદીમાં ફેરવાયો છે. 

પાણી ભરાતા રોડની કામગીરી સામે સવાલ
સાથે જ કામરેજ ચાર રસ્તા પાસે સર્વિસ રોડ પર પણ વરસાદી પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા રોડની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. તંત્રએ કરોડોના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખી છતાં પાણી ભરાતા તંત્રએ યોગ્ય કામગીરી ન કરી હોવાનો સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે. કામગીરીમાં વેઠ ઉતારી હોવાના સ્થાનિકોના આક્ષેપો કરી રહ્યા છે.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ