ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / suhani bhatnagar death who is dangal babita phogat playing aamir khan onscreen daughter

બોલિવુડ / કોણ હતી દંગલ ગર્લ સુહાની ભટનાગર, જેનું 19 વર્ષની વયે નિધન થયું? આમિરની દીકરી તરીકે રોલ ભજવેલો

Published By: Vikram Mehta

Last Updated: 02:01 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સુહાનીના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના તમામ ચાહકો દુખી થઈ ગયા છે. ફેન્સ ‘દંગલ’ગર્લની વાપસીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેના નિધનના સમાચાર સાંભળીને ફેન્સને શોક લાગ્યો છે.

ADVERTISEMENT

  • બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા
  • દંગલ ગર્લ સુહાની ભટનાગરનું મોત
  • માત્ર 19 વર્ષની ઉંમરે દંગલ ગર્લ સુહાની ભટનાગરનું થયું મોત

બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ફેમસ એક્ટ્રેસ સુહાની ભટનાગરનું નિધન થયું છે. સુહાની ભટનાગરે માત્ર 19 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. સુહાનીના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના તમામ ચાહકો દુખી થઈ ગયા છે. ફેન્સ ‘દંગલ’ગર્લની વાપસીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેના નિધનના સમાચાર સાંભળીને ફેન્સને શોક લાગ્યો છે. 

સુહાની ભટનાગર ફરીદાબાદમાં રહેતી હતી. સુહાનીનું મૃત્યુ શરીરમાં પાણી ભરાઈ જવાને કારણે થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા સુહાનીનો એક્સિડન્ટ થયો હતો, જેના કારણે તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. સુહાનીએ જે દવાઓ લીધી તેની આડઅસરના કારણે તેના શરીરમાં પાણી ભરી ગયું હતું. સુહાની ઘણા દિવસથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતી. 

સુહાની ભટનાગર કોણ હતી?
સુહાની બોલિવુડની ફેમસ ચાઈલ્ડ આર્ટિસ્ટ હતી. સુહાનીએ આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘દંગલ’માં કામ કરતા લાઈમલાઈટમાં આવી ગઈ હતી. સુહાનીએ ફિલ્મ ‘દંગલ’માં જૂનિયર બબીતાનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મના તેના એક્ટિંગના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા. સુહાનીએ અનેક ટીવી એડ્સમાં પણ કામ કર્યું હતું. 

સુહાની ભટનાગર ફિલ્મોમાંથી દૂર સા માટે થઈ?
સુહાની ભટનાગરને ફિલ્મ ‘દંગલ’ પછી અનેક ફિલ્મો મળી હોત, પરંતુ અભિનેત્રીએ કામમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો. સુહાની પહેલા ભણવા પર ધ્યાન આપવા માંગતા હતી. સુહાનીએ અનેક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, તે પહેલા ભણવા પર ફોકસ કરવા માંગે છે અને ત્યારપછી સિનેમામાં વાપસી કરશે. 

વધુ વાંચો: 'મને આશા નહોતી કે મારી સાથે આવું થશે', આદિત્ય નારાયણે જેનો મોબાઇલ ફેંક્યો, તે શખ્સે જણાવી આપવીતિ

સોશિયલ મીડિયા પર એક્ટિવ
સુહાની ભટનાગર 25 નવેમ્બર 2021 પછી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક્ટિવ નથી. તે પહેલા તે ઘણા ફોટોઝ શેર કરતી હતી. સુહાનીનું ટ્રાન્સફોર્મેસન જોઈને તમામ લોકો હેરાન રહી ગયા હતા. સુહાનીનો લુક ખૂબ જ બદલાઈ ગયો હતો અને પહેલા કરતા પણ ઘણી ગ્લેમરસ હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Suhani Bhatnagar Suhani Bhatnagar Death aamir khan onscreen daughter dangal babita phogat સુહાની ભટનાગર સુહાની ભટનાગર ડેથ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ