બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / aditya narayan throws phone of student he reveals singer hit may hand with his mic

મનોરંજન / 'મને આશા નહોતી કે મારી સાથે આવું થશે', આદિત્ય નારાયણે જેનો મોબાઇલ ફેંક્યો, તે શખ્સે જણાવી આપવીતિ

Arohi

Last Updated: 10:24 AM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aditya Narayan: સિંગર અને ટીવી શૉના હોસ્ટ આદિત્ય નારાયણે પોતાના એક કોન્સર્ટમાં એક શખ્સનો ફોન ફેંકી દીધો હતો.

  • આદિત્ય નારાયણે ફેંક્યો ફેંનનો ફોન 
  • શખ્સે જણાવી આપવીતિ 
  • કહ્યું- 'મને આશા નહોતી કે મારી સાથે આવું થશે'

સિંગર આદિત્ય નારાયણનો હાલમાં જ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેમને છત્તીસગઢના ભિલાઈમાં યોજાયેલા મ્યુઝિક કોન્સર્ટ વખતે એક ફેનનો ફોન ફેંકતા જોવામાં આવી રહ્યા છે. પહેલા તેમાં ઈવેન્ટ મેનેજર ઓક સિંગરે રિએક્શન આપ્યું હતું. 

જણાવવામાં આવી રહ્યું છે કે આ સ્ટૂડન્ટ નહીં પરંતુ બહારના કોઈ શખ્સ હતા જે સિંગરના પગ પર વાર કરી રહ્યા હતા. હવે તે સ્ટૂડન્ટે પોતે એક ઈન્ટરવ્યૂ આપ્યું છે અને પોતાના તરફથી સ્ટારી સંભળાવી છે. 

વિદ્યાર્થીએ જણાવી આપવીતિ
એક ઈન્ટરવ્યૂમાં તે સ્ટૂડન્ટની ઓળખ લવકેશ ચંદ્રવંશીના રૂપમાં કરવામાં આવી છે. જે રૂંગટા કોલેજમાં BSC થર્ડ યરમાં છે. આ સંપૂર્ણ ઘટના વિશે વાત કરતા તેમણે ઈન્ટરવ્યૂમાં કહ્યું, "જે કંઈ પણ થયું તે અચાનક થયું હતું. મને આશા ન હતી કે મારી સાથે આવું થશે. અલગ ફીલ થઈ રહ્યું છે. કોન્સર્ટ ચાલી રહ્યો હતો અને હું ઉભો હતો મંચની સામે." 

તેણે આગળ જણાવ્યું, "આદિત્ય પરફોર્મ કરી રહ્યા હતા અને તે બધાના ફોન પણ લઈ રહ્યા હતા અને તેમના માટે સેલ્ફી પણ ક્લિક કરી રહ્યા હતા. હું સ્ટેજની પાસે હતો એટલે મેં સેલ્ફી માટે પોતાનો ફોન પણ તેમને આપ્યો પરંતુ તેમણે પોતાના માઈકથી મારા હાથ પર હુમલો કર્યો અને પછી કોઈ કારણ વગર મારો ફોન ફેંકી દીધો."

વિદ્યાર્થી સાથે આદિત્યએ કર્યું ખોટુ કામ?
વિદ્યાર્થીએ જણાવ્યું, "મારો ભાઈ મારી બાજુમાં ઉભો હતા. આદિત્ય એક ખૂબ જ મોટો સ્ટાર છે અને અમે તેમને પ્રેમ કરીએ છીએ માટે અમે કોન્સર્ટમાં ગયા. તે બધાની સાથે સેલ્ફી લઈ રહ્યા હતા. માટે મેં વિચાર્યું કે તે મારી સાથે પણ સેલ્ફી લેશે. માટે મેં પોતાનો ફોન આપી દીધો."

વધુ વાંચો: ગર્લ ફ્રેન્ડ રકુલ પ્રીત સાથે પરણવા માટે તલપાપડ થયો જેકી, પોસ્ટ શેર કરી કહ્યું આવું

વિદ્યાર્થીએ આગળ કહ્યું, "તેમણે મારી સાથે જે કહ્યું તે આમ તો ન કરવું જોઈતું હતું. અન્ય કોઈ વિદ્યાર્થી પણ હોત તો પણ. અમે બધા તેમના ફેન છીએ અને અમે તેમને પ્રેમ કરીએ છીએ. માટે અમે તેમના કોન્સર્ટમાં જઈએ છીએ. આમતો આપણાં ત્યાં કલાકારોની કમી નથી."

સંકળાયેલા મુદ્દાઓ

Aditya Narayan Bollywood News Video viral singer આદિત્ય નારાયણ વાયરલ વીડિયો aditya narayan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ