બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / sugar should be consumed in a day and what are harmful effects of sugar
ખાંડ આપણી ડાયેટમાં સામેલ કરવામાં આવતી ફૂડ આઈટમ્સનો એક ભાગ છે. અમુક ફૂડ્સમાં નેચરલ શુગર હોય છે પરંતુ ફૂડ્સમાં આપણે આર્ટિફિશ્યલ શુગર મિક્સ કરીએ છીએ. જેથી તેની મીઠાસ વધી શકે. તેના વિશે આપણે ઘણા લોકોને કહેતા સાંભળ્યા છે કે ખાંડ ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
પરંતુ એ જાણવું જરૂરી છે કે એક દિવસમાં કેટલી શુગર ખાવી યોગ્ય છે. અથવા તો તેને ડાયેટમાંથી બિલકુલ જ બાર કરવી યોગ્ય છે કે નહીં? સાથે જ આ જાણવું જરૂરી છે કે ખાંડ ખાવાથી આપમા સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે.
એક દિવસમાં કેટલી ખાંડ ખાવી સુરક્ષિત?
એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ. તેના વિશે એક્સપર્ટ્સ જણાવે છે કે સંતુલિત આહાર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે જેમાં કાર્બ્લ, પ્રોટીન અને ફેટનું હોવું જરૂરી છે. ખાંડ એક સિમ્પલ કાર્બોહાઈડ્રેટ છે. જેનું ગ્લાઈસિમિક ઈન્ડેક્સ ખૂબ જ હાઈ હોય છે.
ADVERTISEMENT
જોકે આપણે કોમપ્લેક્સ કાર્બોહાઈડ્રેટ વધારે રાખવું જોઈએ પરંતુ એક સામાન્ય વ્યક્તિ માટે એક દિવસમાં 1-2 tsp ખાંડ ખાવી નુકસાનકારક નથી થતુ અને જો આપણે સંતુલિત પ્રમાણમાં કેલેરી લઈ રહ્યા છીએ તો ખાંડને પોતાની ડાયેટથી બહાર કરવાની જરૂર નથી.
આ ઉપરાંત અન્ય એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર આ વ્યક્તિની ઉંમર, લિંગ અને તેને કેટલી ઉર્જાની જરૂર છે તેના પર નિર્ભર કરે છે. કે તેણે કેટલી કેલેરી ખાવી જોઈએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર વ્યક્તિને પોતાની જુની એનર્જીના ઈનટેકના 10 ટકા, જેટલું જ ફ્રી શુગર ખાવું જોઈએ. જોકે જો આ પ્રમાણને 5 ટકા સુધી કરી દેવામાં આવે તો સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ઉનાળામાં દરરોજ ફાઈબરથી ભરપૂર આ 4 ફૂડ ખાઓ, વજન કંટ્રોલમાં રહેશે અને પેટની તકલીફ થશે દૂર
નેચરલ ફૂડ્સ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
કુદરતી શુગર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ફળ, શાકભાજી, ડેરી પ્રોડક્ટ્સ તેમાં હાજર શુગર નેચરલ શુગર હોય છે. આ એટલા માટે ફાયદાકારક હોય છે કારણ કે તેમાં ફાઈબર અને અન્ય પોષક તત્વો પણ મળી આવે છે. ત્યાં જ બજારમાં મળતા મધ, સિરપ, ફ્રૂટ જ્યૂસ વગેરેમાં ફ્રી શુગર હોય છે. જેને અલગથી તેમાં મિક્સ કરવામાં આવે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.